Aapnu Gujarat
ગુજરાત

એટીએમથી લાખોની ઉઠાંતરી કેસમાં ઉંડી તપાસ હાથ ધરાઈ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એટીએમ મશીનમાંથી લાખ્ખો રૂપિયા ઉપાડી લેવા મામલે પોલીસ ફરિયાદ કરવામા આવતા ક્રાઈમ બાંચ દ્વારા તસ્કરોએ અપનાવેલી નવી મોડસ ઓપરેન્ડી મામલે તપાસ શરૂ કરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમા આવેલી એડીસી બેંકના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લીધા બાદ એટીએમનો પાવર કટ કરી નાંખવાની પોલીસ ફરિયાદ કરવામા આવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તપાસ માટે હરકતમા આવી છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલા એટીએમમાંથી રૂપિયા કાઢી લૂંટ ચલાવવામાં આવી હોવાના આ તપાસ દરમિયાન અનેક ભેદ ખુલે એમ છે.
એડીસી બેંકના અધિકારી વિપુલભાઈ નાયકે ફરિયાદ નોંધાવી છે કે,એડીસી બેંકના અમદાવાદ ખાતે આવેલા કેટલાક એટીએમમાંથી એટીએમ કાર્ડની મદદથી નાણાં ઉપાડવામા આવ્યા હતા.પરંતુ જે કાર્ડની મદદથી નાણાં ઉપાડવામા આવ્યા હતા તે એકાઉન્ટમાંથી નાણાં ઉપાડની એન્ટ્રી ન પડી.જોકે એટીએમમાંથી નાણાં ઓછા થઈ ગયા હતા.આ અંગે એડીસી બેંકની ટેકનીકલ ટીમ દ્વારા તપાસ કરવામા આવતા જેમા ખબર પડી કે લાખ્ખો રૂપિયા આ રીતે ઉપાડી લેવામા આવ્યા છે.આ રૂપિયાના ઉપાડ માટે એસબીઆઈના ચાર,આઈઓબીના અને એકસીસ બેંકના કાર્ડનો ઉપયોગ કરવામા આવ્યો હતો.આ નાણાં ૨૯ સપ્ટેમ્બરથી ૬ નવેમ્બર દરમિયાન ઉપાડવામા આવ્યા હતા.ક્રાઈમ બ્રાંચના એડીશનલ ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યુ કે,આ પ્રકારની મોડસ ઓપરેન્ડી નવી આવી છે કે,જેમા રૂપિયા ઉપાડી લેવામા આવ્યા બાદ એટીએમનો પાવર કટ કરી નાંખવામા આવતો હોય.આ અંગે અમે એડીસીની ટીમ સાથે મળીને કરીશુ અમારી પાસે એટીએમ લોગ કર્યાની વિગતો છે અમે આ કામમા કોઈ આંતરરાજય ટોળકી પણ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરીશુ.

Related posts

૭ ડિસેમ્‍બરે સશસ્‍ત્ર સેના ધ્‍વજદિનની ઉજવણી કરાશે :  શુરવીર સૈનિકો અને તેમના પરિવાજનોને ઉદાર હાથે ફાળો આપવા  વડોદરાના કલેકટર પી.ભારતીની અપીલ

aapnugujarat

વડાપ્રધાન લોકતંત્રની હત્યા કરી રાજકીય ષડયંત્ર ન કરે : પ્રવિણ તોગડિયા

aapnugujarat

નવરાત્રિમાં મા અંબાનું અંબાજી મંદિર ખુલ્લું રહેશે

editor

Leave a Comment

UA-96247877-1