Aapnu Gujarat
ગુજરાત

૭ ડિસેમ્‍બરે સશસ્‍ત્ર સેના ધ્‍વજદિનની ઉજવણી કરાશે :  શુરવીર સૈનિકો અને તેમના પરિવાજનોને ઉદાર હાથે ફાળો આપવા  વડોદરાના કલેકટર પી.ભારતીની અપીલ

વડોદરાના કલેકટર પી.ભારતી, આઇ.એ.એસ. કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, વડોદરાના હસ્‍તે તા.૦૭/૧૨/૨૦૧૭ને ગરૂવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કલેકટરશ્રીની કચેરી ખાતે સશસ્‍ત્ર સેના ધ્‍વજદિન વર્ષ ૨૦૧૭-૧૮ની ઉજવણીની શરૂઆત કરવામાં આવનાર છે.  સમગ્ર ભારત વર્ષમાં પ્રતિ વર્ષ ૭ ડિસેમ્‍બરના રોજ સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વરસે પણ સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિન ઉજવણીના આ અવસરે સૈનિકો અને તેમના પરિવાર માટે ભંડોળ એકત્ર કરવાની શરૂઆત કલેકટરશ્રીના હસ્‍તે કરવામાં આવી. વડોદરા ખાતે જિલ્‍લા કલેકટર શ્રીમતી પી.ભારતી (I.A.S.) એ સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિન નિમિત્તે સૈનિકો માટે સૌપ્રથમ ફાળો આપી  સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિનનો શુભારંભ કર્યો હતો. સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિન ભંડોળનો ઉપયોગ સૈનિકો અને તેઓના પરિવારજનોની કલ્‍યાણ માટેની વિવિધ યોજનાઓમાં કરવામાં આવે છે. દેશની સુરક્ષા કાજે દિવસ રાત ફરજ બજાવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્‍યાણ માટે આ ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપવા વડોદરા જિલ્‍લા અને શહેરના સર્વે નાગરિકોને જિલ્‍લા કલેકટરશ્રીએ અપીલ કરી છે.

Related posts

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી, મૃતાંક ૮૫

aapnugujarat

PM दिल्ली से केवडिया – वडोदरा रेलवे लाइन और केवडिया रेलवे स्टेशन का करेंगे ई-शुभारंभ

editor

 ગુજરાત-મહારાષ્ટ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં ફંડ પર બ્રેક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1