Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ ડભોઇ નગરપાલિકાનું લાયસન્‍સ ધરાવતા વેપારીઓને ૧૪ ડિસેમ્‍બરે રજા રાખવા સૂચના

ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭, મતદાનના દિવસે રજા જાહેર કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા અને ૧૮૮૧ના વટાઉખત અધિનિયમ-૧૮૮૧ જોગવાઇઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્‍થાઓ માટે ૧૯૪૮ના મુંબઇ દુકાનો અને સંસ્‍થાઓ અધિનિયમ તેમજ ૧૯૪૮ના કારખાના અધિનિયમ હેઠળ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા લોકપ્રતિનિધિત્‍વ ધારા ૧૯૫૧માં ૧૯૯૬ના લોકપ્રતિનિધિત્‍વ (સુધારા) અધિનિયમની દાખલ કરવામાં આવેલ કલમ ૧૩૫-બીની જોગવાઇઓ અનુસાર રજા જાહેર કરવા અત્રેને સૂચના આપી છે. રાજ્ય ચૂંટણી આયોગના ઉક્ત પત્રમાંથી સૂચનાઓ અને ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ મતદાનના દિવસે તા.૧૪/૧૨/૨૦૧૭ને ગુરુવારના રોજ રજા જાહેર કરી છે. જેથી ગુમાસ્‍તા ધારા હેઠળ ડભોઇ નગરપાલિકાનું લાયસન્‍સ ધરાવતા તમામ વેપારીઓએ પોતાની દુકાનમાં કામ કરતી તમામ વ્‍યક્તિઓ ચૂંટણીના દિવસે મતદાન કરી શકે તે માટે પોતાની દુકાન તા.૧૪/૧૨/૨૦૧૭ને ગુરુવારના રોજ બંધ રાખવા, ચીફ ઓફિસર ડભોઇ નગરપાલિકા દ્વારા જણાવાયું છે.

Related posts

હાર્દિકના ઉપવાસથી સમાજ ચિંતિત, સરકારને ચિંતા નથી

aapnugujarat

અમ્યુકો બજેટ : વિપક્ષે વિકાસ કાર્યોના જરૂરી સુધારા સૂચવ્યા

aapnugujarat

સટોડિયાઓ ભાજપની સીટોની ગણતરીમાં ખોટા પડયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1