Aapnu Gujarat
ગુજરાત

હાફુસ-કેસર કેરીના ભાવ ઉંચા રહેવાના સંકેત

કેરીના શોખીન લોકોને આ ગરમીની સિઝનમાં વધુ નાણા ચુકવવાની ફરજ પડી શકે છે. કારણ કે, હાફુસ અને કેસર કેરી આ સિઝનમાં વધારે મોંઘી રહી શકે છે. વારંવાર હવામાનમાં પલટાના પરિણામ સ્વરુપે ઉત્પાદનમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. ગયા વર્ષે આ હાફુસ સિઝનની શરૂઆતમાં ૮૦૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોના ભાવે વેચાઈ હતી અને મોડેથી પ્રતિ ૨૦ કિલોનો ભાવ ૭૦૦ રૂપિયા રહ્યો હતો. આવી જ રીતે કેસર કેરીનો ભાવ પ્રતિ ૨૦ કિલો ૭૫૦ રૂપિયા અને મોડેથી આનો ભાવ પ્રતિ ૨૦ કિલો ૫૫૦ રૂપિયા રહ્યો હતો. શિયાળામાં કમોસમી વરસાદ, ભારે ડ્યુની સ્થિતિ અને ઓછી ગરમીના પરિણામ સ્વરુપે ભારે નુકસાન થયું છે. ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. ગયા વર્ષે ગુજરાતમાં ૧૪ લાખ ટન હાફુસ કેરીનું ઉત્પાદન કરનાર વલસાડ જિલ્લામાં નવેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કમોસમી વરસાદના લીધે અસર થઇ છે. નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડીકે શર્માનું કહેવું છે કે, આ વખતે ઉત્પાદન ઓછું રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કેરીનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે. નવેમ્બર મહિનામાં ૬૫-૭૦ મીમી કમોસમી વરસાદ થયો હતો. કેરીના ઝાડ ઉપર મોર આવવાની શરૂઆત થાય તે પહેલા આ સ્થિતિ સર્જાઈ હતી. આની સીધી અસર થઇ હતી અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ ઉપરાંતતાપમાનમાં એકાએક વધારો પણ થયો હતો જેના પરિણામ સ્વરુપે ફ્લાઉરિંગમાં મુશ્કેલી પડી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ઉત્પાદનમાં આ વખતે ૩૦ ટકાનો ઘટાડો રહી શકે છે. વલસાડમાં પારડીના કેરી ખેડૂતનું કહેવું છે કે, ગયા વર્ષે સારો પાક થયો હતો પરંતુ આ સિઝનમાં હવામાનના લીધે ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. વલસાડ જિલ્લામાં આ વખતે ૩૪૦૦૦ હેક્ટર જમીનમાં કેરીનો પાક થયો છે. ગયા વર્ષે હાફુસની સ્થિતિ ખુબ સારી રહી હતી. આ વર્ષે સામાન્ય લોકોને ૧૫ ટકા વધુ કિંમત ચુકવવી પડશે. કેસર માટે લોકપ્રિય ગીરમાં કેરીનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ૩૩૦૦૦ મેટ્રિક ટન સુધી ઘટી શકે છે. આવી સ્થિતિમાં આ વખતે કેરીના શોખીન લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને વધારે નાણાં ચુકવવાની ફરજ પડશે. રવિની સિઝન શરૂ થઇ ચુકી છે અને બજારમાં મોટાપાયે કેરીનું આગમન થોડાક દિવસમાં થનાર છે ત્યારે આ અંગેના સમાચાર આવ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે આ અંગેના અહેવાલ પ્રકાશિત કર્યા બાદ કેસર કેરીના શોખીન લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.

Related posts

અમદાવાદમાં પતિએ પત્નીની કરી હત્યા

aapnugujarat

સરદાર પટેલ સ્ટેડિયમ પાછળ મેટ્રો કામગીરી વેળા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ

aapnugujarat

કોરોના સંક્રમણને કારણે અવસાન પામેલ પોલીસ વિભાગના કર્મચારીઓના આશ્રિતોને સહાય

editor

Leave a Comment

UA-96247877-1