Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં પતિએ પત્નીની કરી હત્યા

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ દુપટ્ટા વડે પંખા સાથે લટકાવી દઇને યુવતીએ જાતે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ખોટી જાહેરાત કરી હતી. જોકે, પોસ્ટમોટ્મ રિપોર્ટએ તેની પોલ ખુલ્લી પાડી દીધી છે.
ઓઢવ વિસ્તારમાં રહેતા પ્રેમીલાબેન પવારએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 5મી માર્ચે બપોરના સમયે તે અને તેમના પતિ ઘરે હાજર હતા, તે દરમિયાન બે વાગ્યાની આસપાસ તેમની દીકરો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે અહીંયા આવો અને મને અહીંથી લઇ જાવ, મારા પતિ મારી સાથે બોલાચાલી ઝઘડો કર્યા કરે છે. મારે તેમની સાથે રહેવું નથી. ફરિયાદીની તબિયત સારી ના હોવાથી તેમના પતિ દીકરીના ઘરે ગયા હતાં. જ્યાં પણ દીકરીએ તેમની સાથે આવવા માટે કહ્યું હતું. પરંતુ તેના પતિએ તેમને ઘરે જતાં રહેવા માટે કહીને તેમની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેમનો જમાઇ દીકરીને ઘરે મુકી જશે તેમ કહેતા તેઓ ઘરે આવી ગયા હતાં. જોકે, મોડી સાંજ સુધી જમાઇ દીકરીને મુકવા માટે ના આવતાં ફરીયાદીએ ફોન કર્યો હતો. પરંતુ બંન્નેના ફોન બંધ આવતા હતાં. જેથી તેઓ જમીને સૂઇ ગયા હતાં.
રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ તેમના જમાઇનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે જલ્દી અમારા ઘરે આવો પુજાએ કાંઇ કરી લીધું છે. જે અંગેની જાણ નાના જમાઇને કરતા તેણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ફરિયાદીની દીકરીએ ગળેફાંસો ખાઇ લીધો છે. જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોચ્યા હતાં અને બનાવ અંગે જ્યારે તેમના જમાઇ મેહુલને પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ તેઓ ઘરની બહાર ગયા અને દસેક વાગ્યાની આસપાસ પરત આવ્યા ત્યારે પુજા પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જોકે, ફરિયાદીને આશંકા હતી કે તેમની દીકરીએ ગળેફાંસો ખાધો નથી, તેની સાથે કોઇ બનાવ બન્યો છે. જોકે, પોસ્ટમોટ્મ રિપોર્ટમાં યુવતીએ ગળેફાંસો ખાધો નથી, તેના નેક ઉપરનું લીગચર પ્રેશર છે. જેનાથી તેનું મોત થયું છે. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

પેન્શન યોજના અમદાવાદથી શરૂ થઇ : ૪૨ કરોડને ફાયદો

aapnugujarat

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ

editor

शहर में धुल गये रास्तों के मामले में स्टेन्डिंग कमिटी में चर्चा की लेकिन कार्यवाही नहीं की गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1