Aapnu Gujarat
બિઝનેસ

ભાગેડૂ વેપારી નિરવ મોદી બન્યો ‘કંગાળ’

ક્યારેક આલીશાન જિંદગી જીવતો હીરા વેપારી નિરવ મોદી આજે રુપિયા માટે ફાંફા મારી રહ્યો છે. ભાગેડૂ હીરા વેપારી નિરવ મોદીની જીંદગી હાલ ઉધારી પર પસાર થઈ રહી છે. સ્થિતિ એવી છે કે તેની પાસે દંડની રકમ ભરવા જેટલા પણ રુપિયા નથી. નિરવ મોદીએ પોતાની પ્રત્યર્પણ અરજી માટે 1.47 કરોડ રુપિયાનો દંડ ચૂકવવાનો છે, પરંતુ અત્યાર સુધી તે પોતાના પ્રત્યર્પણની અપીલ માટે ચૂકવણી કરી શક્યો નથી. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, નિરવ મોદી 10 માર્ચના રોજ એચએમપી વેન્ડસવર્થથી વિડીયો કોલથી બાર્કિંગસાઈડ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ થયો હતો. જ્યાં તેને દંડની રકમ નહીં ભરતા સવાલો કરવામાં આવ્યા હતા.
નિરવ મોદી પોતાના વકીલ વગર જ રજૂ થયો હતો અને પોતાનો પક્ષ જાતે જ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવા માટે 150247 પાઉન્ડની ચૂકવણી કરવા માટે નિર્દેશ કર્યો છે. જે એ કરી શક્યો નથી. 28 દિવસની ડેડલાઈન પણ ખતમ થઈ ગઈ છે. નિરવ મોદીએ કોર્ટ સામે અપીલ કરી હતી કે એક મહિનાની અંદર દસ હજાર પાઉન્ડ જમા કરવા માટે છૂટ મળે. જો કે, તેની અપીલને રિજેક્ટ કરવામાં આવી હતી.
નિરવ મોદી દંડની રકમ પણ ભરી શક્યો નથી. કોર્ટની સામે તેણે એવું કારણ રજૂ કર્યુ કે, મારી સંપતિ જપ્ત કરી લેવામાં આવી છે. એની પાસે એટલા પણ રુપિયા નથી કે તે કાયદાકીય લડત માટે પોતાની ફી પણ ભરી શકે. હું દંડ ભરી શકું એમ નથી અને હાલ હું જેલમાં રહેવા માટે તૈયાર છું. રુપિયાની તંગીના કારણે પ્રત્યર્પણની રકમ ન ભરી શકતા તે જેલમાં જ છે. નિરવ મોદીને દંડની રકમ ભરવા માટે 10 હજાર પાઉન્ડની જરુર છે, પરંતુ હજુ સુધી તે આ દંડની રકમ ભરી શક્યો નથી.

નિરવ મોદીએ કોર્ટ સમક્ષ કહ્યું કે, હું બે વર્ષથી ઉધારના રુપિયા પર ખર્ચ કરી રહ્યો છું. ઉધાર લઈને મારે ખર્ચો ઉઠાવવો પડી રહ્યો છે. રુપિયા ન હોવાથી હું જેલમાં છું. તેણે એવી પણ રજૂઆત કરી કે ભારતમાં મારી સંપતિ ગેરકાયદે રીતે જપ્ત કરી લેવામાં આવી છે. એ સમયે કોર્ટે તેને પૂછ્યું કે, ગેરકાયદે રીતે સંપતિ જપ્ત કરવામાં આવી તો તેણે તેનો વિરોધ કેમ ન કર્યો. ત્યારે નિરવ મોદીએ ફરી એક વાર એ જ વાત રજૂ કરી કે, તેને ભારતમાં ન્યાય નહીં મળે.

Related posts

ગૂગલ ભારતમાં ઓફલાઇન સ્ટોર્સ શરૂ કરશે

aapnugujarat

FPI દ્વારા ઇક્વિટીમાંથી ૩૦૮૫ કરોડ ખેંચાયા

aapnugujarat

यमुना एक्सप्रेस वे की जमीन बेचना चाहता है जेपी ग्रुप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1