Aapnu Gujarat
બિઝનેસ

ગૂગલ ભારતમાં ઓફલાઇન સ્ટોર્સ શરૂ કરશે

ગૂગલ ભારતમાં તેના પિક્સલ સ્માર્ટફોનનું વેચાણ વધારવા માટે ઓફલાઇન સ્ટોર્સ શરૂ કરવા માંગે છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજાર ભારતમાં ટેક્‌નોલોજી કંપની ગૂગલ ડિવાઇસના વેચાણમાં તેના હરીફો કરતાં પાછળ રહી ગઈ છે.ગૂગલે આ પ્લાન માટે એપલના એક સિનિયર એક્ઝિક્યુટિવની નિમણૂક કરી છે. તેમણે કહ્યું કે તેઓ ભારતમાં સ્ટોર ખોલવા માંગે છે. કંપની ભારતમાં એક્સપિરિયન્સ સેન્ટર ખોલશે. ૨૦૧૮ના અંતમાં તે સ્ટોર ખોલે તેવી શક્યતા છે. ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે અમે કોઈ અટકળો પર ટિપ્પણી કરતા નથી.કંપનીએ કેટલાક મોલમાં એક ડઝન જેટલા પોપ-અપ સ્ટોર્સ ખોલ્યા બાદ તેને સારો પ્રતિભાવ મળ્યો છે જેથી તે પ્રોત્સાહિત થઈ છે. તેમાં મુંબઈના હાઈસ્ટ્રીટ ફિનિક્સ, દિલ્હીમાં સિલેક્ટ સિટી વોક, પ્રોમેનેડ, મોલ ઓફ ઇન્ડિયા સામેલ છે જ્યાં પિક્સલ ૨ સ્માર્ટફોનને શો-કેસ કરવામાં આવ્યા છે.ભારતમાં બે અગ્રણી મોલે જણાવ્યું કે તેમણે ગૂગલ સ્ટોર સ્થાપવા વિનંતી મેળવી છે. ગૂગલને લાગે છે કે ફિજિકલ સ્ટોર્સ સ્થાપવા પણ જરૂરી છે કારણ કે તેનાથી ઘણાં મહત્ત્વનાં ફીચર્સની સમજણ આપી શકાશે. પિક્સલ ૨ ફોનની ક્ષમતા દર્શાવવા માટે ડાર્ક રૂમ પણ સ્થાપવામાં આવ્યા છે.

Related posts

१३ साल बाद अमेरिकी संस्था मूडी ने भारत की रैकिंग सुधारी

aapnugujarat

Soros and India

aapnugujarat

एंबी वैली की निलामी में दखल का आरोप : सेबी ने सहारा पर अवमानना का केस दाखिल किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1