Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા ઇક્વિટીમાંથી ૩૦૮૫ કરોડ ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલીનો પ્રવાહ જારી રાખવામાં આવ્યો છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઉદાસીન કમાણીમાં કારોબાર વચ્ચે હજુ સુધી આ મહિનામાં ઇક્વિટી માર્કેટમાંથી ૩૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. આ ઉપરાંત ભૌગોલિક કારણો પણ જવાબદાર દેખાઈ રહ્યા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, એફપીઆઈ દ્વારા પહેલીથી ૧૫મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં ૩૦૮૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે જ્યારે આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૩૦૫૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. નવેસરના આંકડાને ગણવામાં આવે તો ઇક્વિટી માર્કેટમાં એફપીઆઈ દ્વારા કુલ રોકાણનો આંકડો આ વર્ષે ૪૫૦૯૯ કરોડ સુધી પહોંચી ગયો છે. ઓગષ્ટ મહિનામાં સ્ટોક માર્કેટમાંથી વિદેશી રોકાણકારો દ્વારા ૧૨૭૭૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તે પહેલા તેઓએ છેલ્લા છ મહિના પેબ્રુઆરી અને જુલાઇ વચ્ચે ૬૨૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ઓગસ્ટ મહિનામાં જંગી રોકાણનો પ્રવાહ જારી રહ્યો હતો. ફેબ્રુઆરીથી જુલાઈ ૨૦૧૭ના ગાળા દરમિયાન રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતીય અર્થતંત્રના પરિબળો મજબૂત દેખાઈ રહ્યા છે જેના પરિણામ સ્વરુપે વિદેશી રોકાણકારો ભારતીય બજારને લઇને આશાવાદી છે. ખાસ કરીને ડેબ્ટ માર્કેટમાં વિદેશી રોકાણકારો દ્વારા જંગી રોકાણ કરવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીથી જુલાઇ ૨૦૧૭ વચ્ચેના છેલ્લા છ મહિનામાં નેટ ઇનફ્લોનો આંકડો ૧.૧૬ લાખ કરોડ સુધી રહ્યો હતો. તે પહલા ૨૩૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. બીજી ઓગષ્ટના દિવસે આરબીઆઇ દ્વારા રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વિદેશી રોકાણકારોએ ભારતીય મુડીબજારમાં જંગી નાણાં ઠાલવી દેવાની પ્રક્રિયા જારી રાખી છે. માર્ચમાં વિદેશી રોકાણકારો દ્વારા કેપિટલ માર્કેટમાં ૫૬૨૬૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે શુ સ્થિતી સર્જાઇ જશે તેની નોંધ ટુંક સમયમાં જ લેવામાં આવનાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઇના ધારાધોરણ સરળ બનાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે વધારે રોકાણ આવશે.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં રોકાણની ગતિ વધી જશે. ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો.
આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર નોંધપાત્ર પ્રવાહ જોવા મળી રહ્યો હતો. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

Related posts

HDFC ने गृह फाइनेंस में 4.22 प्रतिशत हिस्सेदारी 899 करोड़ रुपए में बेची

aapnugujarat

आर्थिक वृद्धि दर अक्टूबर-दिसंबर तिमाही में 4.5% रहने का अनुमान: SBI

aapnugujarat

મોંઘા ઘરોના મામલે મુંબઈનું સ્થાન વિશ્વમાં ૨૪મું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1