મોંઘા ઘરોના મામલે એટલે કે કિંમત વૃદ્ધિના મામલે મુંબઈનું સ્થાન વિશ્વમાં ૨૪મું રહ્યું છે. આ માટે દુનિયાના ૪૧ શહેરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણમાં માર્ચ, ૨૦૧૭માં સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન મુંબઈમાં મોંઘા ઘરો એટલે કે લક્ઝરી ઘરોની કિંમતમાં ૧.૧%ની વૃદ્ધિ જોવામાં આવી છે.
સંપત્તિ સલાહકાર કંપની નાઇટ ફ્રેન્ડ ઇન્ડિયાના ‘ક્યુ૧ ૨૦૧૭ નાઇટ ફ્રેન્ક પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ’માં આપવામાં આપેલી માહિતી પ્રમાણે ટોચના ૪૧ શહેરોની યાદીમાં ચીનનું ગુંઆગઝોઉ શહેર ટોચ પર રહ્યું છે અને અહીં મોંઘા ઘરોની કિંમતમાં ૩૬.૨%નો વધારો જોવા મળ્યો છે.
આ સિવાય બેઇજિંગ અને શાંઘાઈનો પણ સમાવેશ આ લિસ્ટમાંના ટોચના શહેરોની યાદીમાં થાય છે. આ સૂચકાંક ૪૧ શહેરોમાં મોંઘા ઘરોની કિંમત પર નજર રાખે છે.
આ લિસ્ટમાં ભારતના બે અન્ય શહેરો દિલ્હી તેમજ બેંગ્લુરુનો પણ સમાવેશ થયો છે જેનું સ્થાન અનુક્રમે ૩૫મું અને ૨૯મું છે. જોકે આ બંને શહેરોમાં મકાનની કિંમતમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં મકાનની કિંમત ૨.૬% અને બેંગ્લુરુમાં ૦.૨% ઘટી છે. આ સિવાય જ્યુરિચ, લંડન અને મિલાનમાં આ કિંમતો અનુક્રમે ૭%, ૬.૪% અને ૦.૯% ઘટી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ