Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કોરિયન કટોકટીની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં સાવચેતીનું વલણ રહેશે

દલાલ સ્ટ્રીટમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમૌં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે પરિબળોને લઇને માર્કેટની દિશા નક્કી થનાર છે તેમાં યુએસ ફેડરલ રિઝર્વની પોલિસી સમીક્ષા, આઈપીઓને લઇને તેજી, અનેક ટેકનિકલ પરિબળો, ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉથલપાથલ અને ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલોના સતત પરીક્ષણોને લઇને ચિંતાના માહોલનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળો વચ્ચે શેરબજારમાં હાલ સાવધાનીપૂર્વકનું વલણ કારોબારીઓ અપનાવે તેવી શક્યતા છે. એસબીઆઈ લાઈફ આઈપીઓ, ત્રણ લિસ્ટિંગ અને ફેડ રિઝર્વની બેંઠકની સીધી અસર બજાર ઉપર થનાર છે. ઇક્વિટી માર્કેટમાં આ તમામ ઘટનાક્રમની અસર સીધીરીતે જોવા મળશે. મૂડીરોકાણકારો શેરબજારને લઇને હાલ કોઇ દિશા નક્કી કરવામાં નિષ્ફળ રહ્યા છે. બજારમાં તેજીના પરિબળોના અભાવ વચ્ચે રોકાણકારો સાવધાન થયેલા છે. યુએસ ફેડરલ રિઝર્વની પોલિસી સમીક્ષા એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ઉત્તર કોરિયાના પરિક્ષણને લઇને કારોબારીઓ સાવધાન થયેલા છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના મેગા આઈપીઓની એન્ટ્રી થનાર છે જેને લઇને દિવાળીના માહોલમાં કારોબારીઓ વધુ ઉત્સુક જોવા મળી શકે છે.
બજારમાં યુએસ ફેડ રિઝર્વની પોલિસી સમીક્ષામાં કયા નિર્ણય લેવામાં આવશે તેની ચર્ચા જોવા મળી રહી છે. બીજી બાજુ કેપેસિટના ઓછા જાણિતા ઇન્ફ્રા પ્રોજેક્ટમાં ૪૦૦ કરોડના પબ્લિક ઇશ્યુને લઇને પણ કારોબારીઓ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ આઈપીઓને લઇને હાલમાં જ બજારમાં ધુમ રહી હતી. હજુ પણ બે અગ્રણી વિમા કંપનીઓના આઈપીઓ બજારમાં આવનાર છે જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ એસબીઆઈ લાઇફના પ્રથમ અબજો ડોલરના આઈપીઓ ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થયું છે. ૨૦૧૦માં ભારતના મોટા ઇશ્યુને લાવ્યા બાદ સાત વર્ષમાં આ સૌથી મોટા આઈપીઓ તરીકે આને ગણવામાં આવે છે. ડોમેસ્ટિક માઇક્રોડેટાની પણ ચર્ચા જોવા મળી રહી છે. હાલમાં જ સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. ક્રૂડ ઓઇલની કિંમતમાં હાલ ભારે ઉથલપાથલનો દોર પણ જોવા મળી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે ફ્યુઅલ કિંમતને અંકુશમુક્ત કરવાના સંદર્ભમાં ફેર વિચારણા કરવી જોઇએ કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે. ફુગાવામાં પણ નોંધપાત્ર વધારો થઇ ચુક્યો છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડાને લઇને હાલ નિર્ણય કરાય તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. ઉત્તર કોરિયાના વારંવારના પરીક્ષણના કારણે ફાઈનાન્સિયલ માર્કેટમાં દહેશત ફેલાઈ ગઈ છે. ઉત્તર કોરિયા ઉપર વધારે કઠોર નિયંત્રણો લાદવા સંયુક્ત રાષ્ટ્રની બેઠકો પણ યોજાઈ રહી છે.

Related posts

देशभक्ति के जोश ने आसमान को भी नहीं छोड़ा है : महबूबा

aapnugujarat

વિપક્ષ ખેડૂતોનાં નામે રાજનીતિ કરે છે : મોદી

aapnugujarat

યુપીમાં પ્રિયંકાની ગ્રાન્ડ એન્ટ્રી બાદ માયાવતી અખિલેશનાં સુર બદલાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1