Aapnu Gujarat
બિઝનેસ

SBI લાઇફ, પ્રતાપ સ્નેક્સ આઈપીઓને લઇ ઉત્સુકતા

એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ અને પ્રતાપ સ્નેક્સ દ્વારા આ સપ્તાહમાં ૮૮૮૨ કરોડ રૂપિયા ઉભા કરવા શેર વેચાણ ઉપર કરવામાં આવનાર છે. એટલે કે આ બંનેના આઈપીઓને લઇને બજારમાં ધૂમ જોવા મળી શકે છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની ગૌણ સંસ્થા એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા ૮૪૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા ૨૦મી સપ્ટેમ્બરના દિવસે મૂડી બજારમાં આઈપીઓ લાવવામાં આવનાર છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે શેર વેચાણ ઉપર ખુલશે અને ૨૨મી સપ્ટેમ્બરે બંધ થશે. મળેલી માહિતી મુજબ પ્રાઇઝબેન્ડની રકમ પ્રતિ ઇક્વિટી શેર ૬૮૫થી ૭૦૦ રૂપિયા રાખવામાં આવી છે જ્યારે પ્રતિ શેર ૬૮ રૂપિયાના ડિસ્કાઉન્ટની વાત યોગ્ય કર્મચારીઓ માટે કરવામાં આવી છે. ઇક્વિટી શેર બીએસઈ અને એનએસઈમાં લિસ્ટિંગ થશે. ઇન્દોર સ્થિત સ્નેક્સ બનાવતી કંપની પ્રતાપ સ્નેક્સ દ્વારા ૪૮૨ કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવામાં આવનાર છે. ૨૨મી સપ્ટેમ્બરના દિવસે લોકો માટે તે ખુલશે. પ્રાઇઝબેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ૯૩૦-૯૩૮ રૂપિયા રાખવામાં આવી છે. આ ઇશ્યુ ૨૪મી સપ્ટેમ્બરના દિવસે બંધ થશે. ૪૮૨ કરોડના ઇશ્યુમાં ફ્રેશ ઇક્વિટી ઇશ્યુ મારફતે ૨૦૦ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે જ્યારે બાકીની રકમ વેચાણ માટે ઓફરથી ઉભી કરાશે.એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા ઘણી બધી માહિતી આઈપીઓને લઇને પહેલાથી જ આપી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં શેરબજારમાં ૨૦મી સપ્ટેમ્બરના દિવસે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ આઈપીઓને લઇને ઉત્સુકતા રહે તેવા સંકેત છે.

Related posts

ડ્રગ એલર્ટ દરમિયાન લગભગ ૨૫૧ દવાઓનાં સેમ્પલ ફેલ

aapnugujarat

सोने 50 रुपए चमककर , चांदी की कीमत 51 हजार के पार

aapnugujarat

એસબીઆઈ ઇકોરૈપનો ખુલાસો ભારતને આવનારા 2 વર્ષમાં ઉત્પાદન મક 438 અબજનું નુકસાન થઈ શકે છે

editor

Leave a Comment

UA-96247877-1