Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાં પ્રિયંકાની ગ્રાન્ડ એન્ટ્રી બાદ માયાવતી અખિલેશનાં સુર બદલાયા

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે એકબીજાના કટ્ટરવિરોધી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવી લીધા છે. આ બંને પાર્ટીઓએ કોંગ્રેસનો ભાવ સુદ્ધા નહોતો પુછ્યો અને બેઠકોની ફાળવણી પણ પોતાની રીતે જ ચાલુ કરી દીધી હતી. પરંતુ પ્રિયંકા ગાંધીના રૂપમાં કોંગેસે મોટો દાવ રમતા હવે સપા-બસપાના સૂર ફરી એકવાર બદલાયા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક નવો જ ટિ્‌વસ્ટ આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે પુનર્વિચાર કર્યો છે. બંને તરફથી કોંગ્રેસને ૧૪ બેઠકની ઓફર આપવામાં આવી છે.
બીજી તરફ કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે પાર્ટીને સપા અને બસપા તરફથી ઓછામાં ઓછી ૩૦ બેઠક મળવાની આશા છે.માયાવતી અને અખિલેશ યાદવે ૧૨મી જાન્યુઆરીના રોજ આગામી લોકસભાની ચૂંટણીને લઈને સપા અને બસપા વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. બંને પાર્ટીઓએ ઉત્તર પ્રદેશની લોકસભાની બેઠકોમાંથી ૩૮-૩૮ બેઠક વહેંચી લીધી હતી. જ્યારે બે બેઠક તેમણે કોંગ્રેસ માટે છોડી દીધી હતી. આ બંને બેઠકમાં રાયબરેલી અને અમેઠીનો સમાવેશ થાય છે.અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી અને રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી સાંસદ છે.
કોંગ્રેસ સાથે બે બેઠક છોડ્યા બાદ બંનેએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તે કોંગ્રેસ સાથે કોઈ જ ગઠબંધન નહીં કરે. સામે કોંગ્રેસે પણ એકલા ચલો રે ના નારા સાથે આખા ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી.
આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વડ્રાના નામનો એક્કો ખેલ્યો. કોંગ્રેસે પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી. ત્યાર બાદ પ્રદેશના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવામાંમળી રહી છે. પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી બાદ સપા અને બસપાએ પોતાની રણનીતિ બદલી છે. પ્રિયંકા ગાંધી ફેક્ટરની અસરની ગણતરી કર્યા બાદ જ સક્ષમ ઉમેદવારો જ ચૂંટણી લડાવવા પર સપા અને બસપા વિચાર કરી રહ્યાં છે.એટલું જ નહીં સપા-બસપાએ પોતાની ગણતરીઓ પર પૂનર્વિચાર કરતા કોંગ્રેસને સામે ચાલીને ૧૪ બેઠકો આપવાની તૈયારી દાખવી છે. તો હવે કોંગ્રેસની પણ ભાવતાલ કરવાની રીત બદલાઈ ગઈ છે. કોંગ્રેસ હવે ૩૦ બેઠકો મેળવવાની આશા રાખી રહી છે.

Related posts

Malegaon blast case: Pragya Singh Thakur appears in NIA court in Mumbai

aapnugujarat

भारत में कोरोना का आतंक जारी : 152 मरीजों की मौत

editor

૧ મેથી ૧૮+ વેક્સિનેશન પર ગ્રહણ

editor

Leave a Comment

UA-96247877-1