Aapnu Gujarat
ગુજરાત

મા અને મા-વાત્સલ્ય કાર્ડને આયુષ્માન ભારત-હેઠળ સમાવિષ્ટ કરાશે : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સમાવિષ્ટ કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જ્યારે આયુષમાન ભારત-પીએમજય યોજના હેઠળ રૂા. પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્ય સરકાર ભરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયની સેવાના સૂત્રને સાકાર કરવા ફેન ક્લબ દ્વારા આરોગ્ય તંત્ર અને જિલ્લા પ્રશાસનના સહયોગથી ૪૪૦૦ જેટલા મા કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ ફેન ક્લબ દ્વારા ૬૦૦૦ જેટલા મા કાર્ડ તૈયાર કરી ગરીબ ઉપયોગી કામ કરવામાં આવ્યું છે. રાવપુરા વિધાનસભા વિભાગમાં ૧૦,૪૦૦ જેટલા લાયક પરિવારો માટે મા કાર્ડસ તૈયાર કરી વિતરણ કરવાનું જનસેવાના ઇતિહાસમાં અભૂતપૂર્વ કામ થયુ છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આયુષમાન ભારત યોજના હેઠળ સમગ્ર દેશમાં ૧૦ કરોડ પરિવારોની ૫૦ કરોડ ઉપરાંત જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. ગુજરાતમાં ૨.૪૪ કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે, વડોદરા જિલ્લામાં ૨.૯૬ લાખ લાભાર્થીઓને મા કાર્ડ આપવામાં આવ્યા છે. ગંભીર રોગોની સારવાર માટે રાજ્યમાં મા કાર્ડ હેઠળ રૂા. ૧૫૫ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે. આયુષમાન ભારત યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ૧.૦૬ લાખ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતુ.
સયાજી હોસ્પિટલમાં કેન્સરના દરદીઓને આધુનિક સારવાર મળી રહે તે માટે રૂા. ૨૩ કરોડના ખર્ચે કેન્સર વિભાગને સારવારના અત્યાધુનિક સાધનો પુરા પડાશે તેમણે કહ્યું કે, નાણાંના અભાવે કોઇ ગરીબ દરદી આરોગ્યલક્ષી સેવાથી વંચિત ન રહી જાય તે માટે સરકારે સંપૂર્ણ કાળજી લીધી છે.વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, રાવપુરા વિધાનસભામાં ૧૦,૪૦૦ જેટલા લાભાર્થીઓને કાર્યકરોના અથાગ પરિશ્રમથી મા કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો સમગ્ર યશ કાર્યકરોના ફાળે જાય છે. એક જ વિધાનસભામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મા કાર્ડ આપવાનો આ વિક્રમ છે.

Related posts

છોટાઉદેપુર નગર સેવા સદનના મહિલા પ્રમુખ નેહાબેન જયસ્વાલે લોકોને અનોખી રીતે સંદેશો પાઠવ્યો મહાનુભાવોની પ્રતિમાઓને માસ્ક પેહરાવ્યા

editor

सूरत के चौकबाजार क्षेत्र में एसबीआई बैंक के बाहर २० लाख की लूट

aapnugujarat

૧ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1