Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર નગર સેવા સદનના મહિલા પ્રમુખ નેહાબેન જયસ્વાલે લોકોને અનોખી રીતે સંદેશો પાઠવ્યો મહાનુભાવોની પ્રતિમાઓને માસ્ક પેહરાવ્યા

કોરોના વાયરસ હવામાં અને એકબીજાની નજીકમાં રહેવાથી શ્વાસ લેતી વખતે નાક અને મોઢા દ્વારા આપણા શરીર માં પ્રવેશ કરે છે ત્યારે કોરોના વાઇરસ થી રક્ષણ મેળવવા સૌથી પહેલું પગલું ઍ છે કે આપણા નાક અને મોઢાને ઢાંકીને રાખવું અને એના માટે માસ્ક પહેરવું પડે અને એટલેજ આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક પહેરવા વારંવાર સલાહ આપવામાં આવી રહી છે તો વહીવટી તંત્ર દ્વારા પણ ફરજિયાત માસ્ક પહેરવા અંગેનું જાહેરનામું પણ બહાર પાડવાંમાં આવ્યું છે, ત્યારે રાજયનાં સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાંઉદેપુર જિલ્લાના જિલ્લા મથક એવા છોટાઉદેપુર ના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોમાં માસ્ક પહેરવા અંગેનો સંદેશો આપવા એક અનોખો પ્રયાસ કર્યો છે, પાલિકા પ્રમુખ નેહા બેન જયસ્વાલે નગરમાં સ્થાપિત મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો. ભીમરાવ આંબેડકર ની પ્રતિમાઓ ને માસ્ક પહેરવામાં આવ્યા છે.જે માસ્ક પહેરવા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનશે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

પણસોલી નજીક અકસ્માત સર્જાયો

editor

५ दिन में लेकफ्रन्ट की कुल आय ३० लाख से अधिक

aapnugujarat

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ 36 મહિનામાં પૂર્ણ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1