Aapnu Gujarat
ગુજરાત

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ 36 મહિનામાં પૂર્ણ થશે

કાલુપુર સ્ટેશનનું રીડેવલપમેન્ટ આગામી 36 મહિનામાં પૂર્ણ થઈ જશે. રેલવે અધિકારીઓએ આના ટેન્ડર વર્ક વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબના કામ માટેના ટેન્ડરને 13 માર્ચના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને કામ 2026ના મધ્ય સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સંકલિત સ્ટેશન ભારતીય રેલ્વે, બુલેટ ટ્રેન સેવા અને મેટ્રો તે મોઢેરા સૂર્ય મંદિરની થીમ આધારિત હશે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ અને બાંધકામ માટેના ટેન્ડર 13 માર્ચના રોજ શરૂ કરાયુંં હતું. આ દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વર્ક ઓર્ડર આપ્યાના 36 મહિનામાં સ્ટેશનનું રીડેવલપમેન્ટ પૂર્ણ કરવામાં આવશે.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે બે ASI સ્મારકો – શેકિંગ મિનારેટ્સ અને બ્રિક મિનારેટ્સ કે જે સ્ટેશન પરિસરમાં સ્થિત છે તેને નવા સ્ટેશન બિલ્ડીંગનો ભાગ બનાવવામાં આવશે અને તેને સાચવવામાં આવશે. આની સાથે અડાલજની વાવ ખાતે ઓપન એર એમ્ફી થિયેટર બનાવવા પણ આયોજન કરવામાં આવ્યું છે.

રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનમાં સ્ટોર્સ, કાફેટેરિયા અને મનોરંજન સુવિધાઓ સહિત તમામ મુસાફરોની સુવિધાઓ સાથે ટ્રેકની ઉપર એક વિશાળ પ્લાઝા જોવા મળશે. સ્ટેશનની બિલ્ડીંગ દ્વારા રેલ્વે ટ્રેકની બંને બાજુએ પહોંચી શકાશે. આની સાથે પર્યાપ્ત પાર્કિંગ સુવિધા સાથે ટ્રાફિકની સુચારૂ ગતિવિધિ માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે કાલુપુર બાજુની એન્ટ્રી ભારતીય રેલ્વે અને BRTS માટે હશે. તેને મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશનો સાથે વોકવે દ્વારા જોડવામાં આવશે. જે સરસપુર બાજુ બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશનો સુધી સીધો પ્રવેશ પ્રદાન કરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્યાં કોઈ ભીડ ન થાય તેની ખાતરી કરવા માટે અલગ અલગ એન્ટ્રી ગેટ રાખવામાં આવશે તથા લોકોને બહાર નકીળતા સમયે પણ હાલાકીનો સામનો ન કરવો પડે એનું ધ્યાન રખાશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્ટેશન બિલ્ડિંગ પર્યાવરણને અનુકૂળ હશે.

Related posts

દેશના અર્થ તંત્રના વિકાસમાં બેંકોએ રચનાત્મક અને મહત્વનો ભાગ ભજવ્યો છે : વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા

aapnugujarat

મ્યુનિ. બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો બિન્દાસ્ત ઉંઘતા દેખાયા

aapnugujarat

પરમીટ દારૂના ભાવ વધતા ગુજરાતમાં વેચાણને અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1