Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પ્રોજેક્ટ આગામી જૂન મહિનામાં થશે પૂરો

કેન્દ્ર સરકારે ગુરુવારે લોકસભામાં કહ્યું કે, અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પ્રોજેક્ટ આ જૂન મહિનામાં પૂર્ણ થશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સિક્સ લેન નેશનલ હાઈવે પ્રોજેક્ટની સ્થિતિ અને પરિયોજના માટે ફાળવવામાં આવેલા ભંડોળ અંગેના પ્રશ્નના જવામાં કહ્યું કે, ઉદયપુરથી શામળાજી સુધીનો માર્ગ 31 મે, 2021ના રોજ પૂરો થઈ ગયો છે. જે રુપિયા 2088 કરોડના ખર્ચે તૈયાર થયો છે.
આ દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષ દરમિયામ ગુજરાતમાં રુપિયા 3192 કરોડના નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં રુપિયા 50 હજાર કરોડથી વધુની કિંમતના 84 નેશનલ હાઈવે પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, હાઈવેના ઉદયપુર-નરોડા પંથકમાં 87 પદયાત્રી અંડરપાસ, વાહનોના અંડરપાસ, વાહનોના ઓવરપાસ, પશુ અંડરપાસ અને રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે.

તેઓએ કહ્યું કે, શામળાજી-મોટા ચિલોડા પંથકનો સિક્સ લેન જૂન 2023 સુધીમાં રુપિયા 1361ના ખર્ચે પૂર્ણ થવાનો અંદાજ છે. મોટા ચિલાડો અને નરોડા વચ્ચેનો ભાગ રુપિયા 394 કરોડના ખર્ચે આગામી 30 એપ્રિલ, 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, નેશનલ હાઈવેનો વિકાસ અને જાળવણી એ સતત પ્રક્રિયા છે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ, ટ્રાફિક વોલ્યુમ અને સંશાધનની ઉપલબ્ધાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનારા પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરુપ આપવામાં આવે છે.

Related posts

રૂપાણીને એહમદ પટેલની જીત માન્ય નથી; કહ્યું, ‘ચૂંટણી પંચના નિર્ણય અંગે ભાજપ કાનૂની પગલાં લેશે’

aapnugujarat

મહેસાણા – વિસનગર સ્મશાનગૃહોમાં કોરોનાથી થતાં મોત અંગેના આંકડા ચોંકાવનારા

editor

બિટકોઈન કેસ : ધવલ અને પિયુષ સાવલીયાનું શૈલેષે અપહરણ કરાવ્યું હતું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1