Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા – વિસનગર સ્મશાનગૃહોમાં કોરોનાથી થતાં મોત અંગેના આંકડા ચોંકાવનારા

મહેસાણા જિલ્લામાં એક સપ્તાહથી કોરોના કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યાના આંકડા હાહાકારી મચાવી રહ્યા છે, તો બીજી તરફ કોરોનાથી થતા મોતના આંકડા જિલ્લા વહીવટી તંત્ર છુપાવી રહ્યું છે. જોકે કોરોનાથી થતા મોત અંગે વહીવટી તંત્ર મૌન સેવીને બેઠું છે, પણ સ્મશાનમાં કરવામાં આવતી અંતિમક્રિયા કોરોનાથી થતા મોતના આંકડાની પોલ ખોલી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે મહેસાણા અને વિસનગર સ્મશાન ગૃહના કોરોનાથી મોત અંગેના આંકડા ખુબ જ ચોંકાવનાર છે.
ગુજરાતભરમાં કોરોના કોવિડ પોઝિટિવની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે અને તેની સાથે કોરોનાથી મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદ,સુરત અને રાજકોટ જેવા મેટ્રો શહેરોની જેમ મહેસાણા જિલ્લામાં પણ કોરોના દર્દીઓની સંખ્યા એક સપ્તાહથી ચોંકાવનાર સામે આવ્યા છે. જિલ્લામાં એક સપ્તાહથી કોરોના પોઝિટિવના ૧૦૦થી વધુ કેસ મહેસાણા જિલ્લામાં નોધાઇ રહ્યા છે, પણ કોરોનાથી થતા મૃત્યુના આંકડા જિલ્લા વહીવટી તંત્ર જાણી જોઇને છુપાવી રહ્યું છે.
તો વળી કોરોના મોત અને આંકડા અંગે આંખ આડા કાન તંત્ર કરી રહ્યું છે. પરંતુ અંતિમક્રિયા માટે સ્મશાનમાં આવતા મૃતદેહોની નોધણી સ્મશાનના સંચાલકો દ્વારા રાખવામાં આવે છે. જેમાં સ્મશાન સંચાલકો કુદરતી મોત અને કોરોનાથી થયેલા મોત અંગે અલગ માહિતી રાખવામાં આવે છે. એક તરફ વહીવટી તંત્ર કોરોનાથી થતા મૃત્યુ અંગેના આંકડા છુપાવી રહ્યું છે તો બીજી તરફ સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા મૃતદેહોની અંતિમક્રિયા તંત્રની પોલ ખોલી રહી છે.
મહેસાણા જિલ્લામાં ગામે ગામ અને શહેરોમાં સ્મશાનો મોટા પ્રમાણમાં આવેલા છે. પરંતુ જિલ્લામાં મહેસાણા અને વિસનગર સ્મશાન ગૃહોની વાત કરીએ તો કોરોનાથી મોતના આંકડા ચોંકાવનાર સામે આવ્યા છે. મહેસાણા સ્મશાન ગૃહમાં એક સપ્તાહમાં તબક્કાવાર જોઈએ તો ૮ એપ્રિલના રોજ ૩, ૯ એપ્રિલે ૪, ૧૦ એપ્રિલે ૪, ૧૧ એપ્રિલે ૭, ૧૨ એપ્રિલે ૫, ૧૩ એપ્રિલે ૩ અને ૧૪ એપ્રિલના રોજ ૨ કોરોનાથી મૃત્યુ મળી કુલ ૨૮ મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવેલી છે. જયારે વિસનગર સ્મશાન ની વાત કરીએ તો ૮ એપ્રિલે ૩, ૯ એપ્રિલે ૪, ૧૦ એપ્રિલે ૪,૧૧ એપ્રિલે ૭, ૧૨ એપ્રિલે ૫, ૧૩ એપ્રિલે ૩ અને ૧૪ એપ્રિલના રોજ ૨ કોરોનાથી મૃત્યુ મળી કુલ ૨૮ મૃતદેહો ની અંતિમ ક્રિયા કરવામાં આવેલી છે. આમ મહેસાણા જિલ્લામાં મહેસાણા અને વિસનગર સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના આંકડા ભયાવહ સ્થિતિ દર્શાવી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે ગઈકાલે ૧૫ તારીખે ૨૩૯ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે મોટા ભાગની પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે વેઇટિંગની પરિસ્થિતિ હોસ્પિટલોમાં સર્જાઈ છે. ત્યારે તેની સામે મોતના આંકડા પણ ભયભીત સ્તરે વધી રહ્યા છે. જે તંત્ર છુપાવી રહ્યું છે.

Related posts

પરપ્રાંતિયોને ધમકીઓ આપવા બદલ વધુ બે ગુના દાખલ

aapnugujarat

ફાયરિંગ-મર્ડર કેસમાં વોન્ટેડ કુખ્યાત શિવાને પકડી પડાયો

aapnugujarat

ગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1