Aapnu Gujarat
ગુજરાત

ફાયરિંગ-મર્ડર કેસમાં વોન્ટેડ કુખ્યાત શિવાને પકડી પડાયો

શહેરના વેજલપુર વિસ્તારમાં ચાની કિટલીવાળા પર ફાયરીંગ કરી ખૂન કરવાના ચકચારભર્યા કેસમાં વોન્ટેડ આરોપી શિવા મહાલિંગમ્‌ ઉર્ફે આફતાબને શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ આખરે ચેન્નાઇ ખાતેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ પિસ્ટલ, ૩૨ કાર્ટિઝ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે આ કેસમાં આરોપી મહાલિંગમ્‌ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુર્ગયન પિલ્લા્રૂઉ.વ.૪૦) ઉપરાંત, મોહમંદ સલીમ ઉર્ફે મામા ઉર્ફે ખેલી અબ્બાસમીયાં હુસૈનમીયાં ઠાકોર(મુસ્લિમ) અને પ્રકાશ ઉર્ફએ પિન્ટુ ગિરધરભાઇ તનપુરી(મરાઠી)ની પણ ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા આરોપી મહાલિંગમ્‌ ઉર્ફે શિવાની કરાયેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા કે, તે મૂળ ચેન્નાઇના આઇનાવરમ ખાતે ઇન્દિરાનગરનો રહેવાસી છે પરંતુ હાલ સરખેજ ફતેવાડી કેનાલ પાસે તૈયબા ફલેટ ખાતે રહેતો હતો. પોતાને ત્યાં રહેતા મિત્ર સિકંદર લાંઘાનો ભાઇ હમી અસ્થિર મગજનો હોઇ તેના લીધે પાડોશી સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. આ તકરારમાં ફતેવાડી ખાતે ચાની કિટલી ધરાવતાં નાસીરખાન પણ સિકંદરના પાડોશીનું ઉપરાણું લઇ ધમકાવતો હતો અને ડરાવતો હતો. જેથી ગત તા.૬-૪-૨૦૧૮ના રોજ મહાલિંગમ્‌ પોતાની પિસ્ટલમાં છ કાર્ટિઝ લોડ કરી તેના મિત્ર મુઝાહીદ્દીન ઉર્ફે બાબુને લઇ એકટીવા પર બેસી નાસીરખાનની કિટલી પર ગયો હતો અને ત્યાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી નાસીરખાનનું ઢીમ ઢાળી દીધુ હતું. હત્યા બાદ આરોપી પાસેથી આ પિસ્ટલ અને કાર્ટિઝ તેમ જ અન્ય હથિયારો મહોમંદ સલીમ ઉર્ફે મામા અને પ્રકાશ ઉર્ફે પિન્ટુ તનપુરીએ ખરીદયા હતા. શહેર ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે આરોપી મહાલિંગમને ચેન્નાઇ ખાતેથી ઝડપી લીધો હતો અને તેની પૂછપરછના આધારે મોહમંદ સલીમ અને પ્રકાશને અહીંથી ઝડપી લીધા હતા. મહાલિંગમ્‌ ઉર્ફે શિવા ૨૦થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસથી ખરડાયેલો છે. તો, આરોપી મોહમંદ સલીમ અને પ્રકાશ પણ અગાઉ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત તપાસમાં સામે આવી હતી.

Related posts

જમાલપુરનાં વેપારી સાથે ભાજપની ટિકિટ આપવાના બહાને ૨૦ લાખની ઠગાઈ

aapnugujarat

કેમ્પસ એમ્બેસેડર્સ વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધાવવામાં મદદરૂપ બનશે – કલેકટર પી.ભારતી

aapnugujarat

પાલનપુર ખાતે શ્રી લિમ્બાચિયા કર્મચારી મિત્ર મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમો યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1