Aapnu Gujarat
ગુજરાત

પાલનપુર ખાતે શ્રી લિમ્બાચિયા કર્મચારી મિત્ર મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમો યોજાયો

વર્તમાન સમયમાં શિક્ષણ થકી સમાજની ઓળખ બની છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને નાઈ સમાજ પ્રગનિા પંથે આગળ વધી રહ્યો છે, જ્યારે સમાજનાં લોકો એકબીજા ભેગા થાય અને સમાજ માટે કંઈક નવી રચના કરે માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.
પાલનપુર ખાતે શ્રી લીમ્બાચીયા કર્મચારી મિત્ર મંડળ દ્વારા ૩૧મો ઈનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો તેમજ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલ મહેમાનોની પુષ્પ માળા અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં નાઈ સમાજના આગેવાનો દ્વારા શાબ્દિક પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. તેજસ્વી તારલાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં તેમજ નિવૃત્ત કર્મચારીઓને પણ ઈનામ આપવામાં આવ્યાં હતાં. આ સન્માન સમારોહમાં પુનમબેન નાઈ જેઓ ન્ન્મ્ માં બે ગોલ્ડ મેડલ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તક મેળવ્યા હતા જયારે સ્વીટુબેન નાઈ જેઓએ સ્.છ ઈહખ્તઙ્મૈજરમાં ગોલ્ડ મેડલ મુખ્યમંત્રીના હસ્તે મેળવ્યો હતો જેઓનું સન્માન પાલનપુર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંમેલનના અધ્યક્ષ ચંપક બી. લીમ્બાચીયા, મુખ્ય મહેમાન એસ.પી.નાઈ, અલ્પેશ બી. જાદવ , કમલેશ ગોહિલ, વિનોદ એમ.નાઈ, શૈલેષ એમ.નાઈ, દાનાભાઈ ડી. નાઈ, ઈશ્વરપી વાળંદ, મહેન્દ્ર નાઈ સહિત સમાજના વડીલો, આગેવાનો, યુવાનો, બાળકો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સમારોહનું સંચાલન લીમ્બાચીયા કર્મચારી મિત્ર મંડળ પાલનપુર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
(તસવીર /અહેવાલ :- રઘુભાઈ નાઈ દિયોદર ,બનાસકાંઠા)

Related posts

કૌભાંડ મામલે મ્યુનિ. વિપક્ષ કોંગ્રેસે પ્રહાર કરી સવાલના જવાબ માંગ્યા

aapnugujarat

રાજયના કોન્ટ્રાકટર્સની હડતાળ આખરે મુલત્વી

aapnugujarat

२६ जनवरी के दिन १ लाख ब्राह्मणों की गांधीआश्रम से गांधीनगर तक लेकर ब्रह्मकूच : ब्रह्म विकास आयोग बनाने की मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1