Aapnu Gujarat
ગુજરાત

થરા – શિહોરી હાઈ-વે પર ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત

કાંકરેજ તાલુકાનાં થરા નેશનલ હાઇવે દર્શન હોટલ પાસે જલારામ મંદિરે દર્શન કરીુને આવી રહેલા લોકોને એક કાર ચાલકે અડફેટમાં લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની વિગત એવી છે કે, થરા પાસે નેશનલ હાઇવે ઉપર કાર ચાલક ડ્રાયવરે આઠ થી દસ લોકોને અડફેટે લેતા એક બાળક અને મહિલાનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાંં ચકચાર મચી ગઈ હતી. ઘાયલ લોકોને ૧૦૮ મારફતે સારવાર અર્થે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ધાયલોને વધું સારવાર અર્થે પાટણ ખાતે પણ ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થરા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં ચકચુર હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. ડ્રાઇવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલ થનાર અને મૃત્યુ પામનાર થરાના પકોઙીનો ધંધો કરવાવાળા હોવાનું જાણવા મળ્યું હતું અને અકસ્માત સર્જનાર ગાઙી શિહોરીની હોવાનું જાણવા મળ્યું હતુ. ગાઙી ચાલક સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(તસવીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

સિદ્ધપુરમાં સિદ્ધયોગી પૂનમનાથજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ

aapnugujarat

गुजरात के अशांतधारा कानून को मंजूरी

editor

ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબના ટ્રસ્ટી મહેન્દ્ર ચૌહાણનો જન્મદિન ઉજવાયો

editor

Leave a Comment

UA-96247877-1