Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં ઈન્કલાબ જિંદાબાદ ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

બનાસકાંઠાના સણાદર ખાતે ચૌદશ અને પૂનમના મહામેળા બાદ દિયોદર ખીમાણાના માર્ગો ઉપર ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા દુર કરવા માટે દિયોદર ઈન્કલાબ જિંદાબાદ ગ્રુપના યુવા મિત્રો દ્વારા એક સ્વચ્છતાના સંદેશ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નવ યુવાનોએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના માધ્યમથી દિયોદર આદર્શ હાઈસ્કુલ થી મિનિ અંબાજી ગણાતા સણાદર ધામ સુધી જાહેર માર્ગો ઉપર કચનના ઢગલા દુર કરવામાં આવ્યાં હતાં જેમાં મોટાભાગના યુવાનો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. રમેશ ભાટીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા દિયોદર થી અંબાજી સણાદર ધામ સુધી મેળા દરમિયાન જે કચરો થયો છે તે અમારી ટીમ દ્વારા કચરાને વીણી કચરાનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ સફાઈ અભિયાનમાં રમેશ ભાટી, જયેશ સુથાર, ભાવેશ નાઈ, વિક્રમ જોષી, ભાવેશ જોષી, દેસાઈ મયુર ,પ્રજાપતિ મનિષ, ધુંખાભાઈ ઠાકોર, કનૈયાલાલ ઠાકોર, રમેશ ઠાકોર,ચૌહાણ ચમનાભાઈ, પ્રકાશ પરમાર અને સમગ્ર ઈન્કલાબ જિંદાબાદ ગ્રુપના સભ્યો સાથે રહી આ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું . જોકે ઈન્કલાબ જિંદાબાદ ગ્રુપ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી બિરદાવાલાયક કામગીરી કહી શકાય છે.

(તસવીર /અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર)

Related posts

‘નવસારી પોલીંગ બુથ્સ’ મતદારોને પોતાનાં મતદાન મથકની માહિતી અને રસ્તો બતાવતી અનોખી મોબાઈલ એપ

aapnugujarat

કોંગી આજે ઉમેદવારો જાહેર કરશે

aapnugujarat

રસ્તાના કામ પૂર્ણ ન કરનાર કોન્ટ્રાકટરને નોટિસ અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1