Aapnu Gujarat
ગુજરાત

‘નવસારી પોલીંગ બુથ્સ’ મતદારોને પોતાનાં મતદાન મથકની માહિતી અને રસ્તો બતાવતી અનોખી મોબાઈલ એપ

નવસારીનાં મતદાતાઓ પોતાના મતદાન મથક સુધી જતો શક્ય સૌથી ટૂંકો રસ્તો શોધી શકે તે માટે એપ્લિકેશન વિક્સાવવામાં આવી છે. આ એપ્લિકેશન ગૂગલ મેપ્સના ઉપયોગ દ્વારા તેમને તેમના વર્તમાન સ્થળથી મતદાન મથક સુધીનો રસ્તો દર્શાવશે. આ એપ્લિકેશનને કારણે મતદાતાઓને પોત-પોતાના મતદાન મથક સુધી પહોંચવું સરળ બનશે. ઉપરાંત, આ એપ્લિકેશન તમામ ૧૧૫૯ મતદાન મથકો અંગે મતદાન મથકના નામ, મતદાતાઓની સંખ્યા, બૂથ લેવલ ઓફિસરના નામ અને તેમના સંપર્ક અંગેની વિગતો સહિતની પાયાની જાણકારી પણ આપે છે. આ પાયાની જાણકારીને કારણે મતદાનના દિવસે જો કોઈ સમસ્યા સર્જાય તો મતદાતાઓ પાસે બૂથ લેવલ ઓફિસરના સંપર્કની માહિતી હોવાથી તેમના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે.
મતદાનના નજીકના દિવસોમાં ઝોનલ મેજિસ્ટ્રેટ / સેક્ટર ઓફિસર ચૂંટણી સમયે ફરજ પરના સૌથી મહત્ત્વપૂર્ણ અધિકારી છે અને ચૂંટણીના દિવસે તો તેમનું મહત્વ વધુ હોય છે. જેને નિરીક્ષણની ડ્યુટી સોંપાઈ હોય તે અધિકારીઓને ઝોન / સેક્ટર વિશે પરિચિત થવા માટે સમય આપવામાં આવ્યો હોય છે, પરંતુ ઘણીવાર ચોક્કસ રસ્તાઓ બરાબર રીતે યાદ રાખવાનું મુશ્કેલ બનતું હોય છે.
ઉપરાંત, વાહન સાથે ફાળવવામાં આવેલ ડ્રાયવર, અગાઉના રાઉન્ડ્‌સ હાથ ધર્યા હોય એના સિવાયનો અન્ય હોય અને તેને ટૂંકામાં ટૂંકો રસ્તો અથવા તો સૌથી ઓછા સમયમાં મતદાન કેન્દ્ર સુધી પહોંચાડતો રસ્તો ખબર ન હોય. તેવા સંજોગોમાં આ એપ્લિકેશન સમસ્યાઓ દૂર કરે છે કારણ કે તે તમામ ૧૩૧ સેક્ટર ઓફિસર્સ પોતાનો આખોયે રસ્તો શોધી શકે તે માટે શક્ય ટૂંકામાં ટૂંકો રસ્તો દર્શાવે છે.
એપ્લિકેશનની મદદથી સેક્ટર સુધી પહોંચવાનો શ્રેષ્ઠ રસ્તો મળે છે અને તેના કારણે સમય, ખર્ચ અને શ્રમનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. એપ્લિકેશન ઝોનલ મેજિસ્ટ્રેટને સૂચવે છે :
• સોંપાયેલા ક્ષેત્રને આવરી લેતો ટૂંકામાં ટૂંકો રસ્તો
• સેક્ટરના વિવિધ મતદાન મથકો વચ્ચેનું અંતર
• હાલના સ્થળેથી જે-તે મતદાન મથક સુધી પહોંચવા માટે જરૂરી સમય
આ એપ્લિકેશન, જે-તે વાસ્તવિક સમયે ટ્રાફિકની પરિસ્થિતિને આધારે આવરી લેવાતા અંતરની દ્રષ્ટિએ શક્ય ટૂંકામાં ટૂંકો રસ્તો સૂચવે છે અથવા તો જો ઝોનલ મેજિસ્ટ્રેટ ચોક્કસ સ્થળે ઓછામાં ઓછા સમયમાં વહેલામાં વહેલા પહોંચવા માંગે તો એ માટેનો રસ્તો સૂચવે છે. (ટ્રાફિક જામની સમસ્યા હોય તેવા શહેરોમાં આ એપ અત્યંત ઉપયોગી છે)
વધુમાં, આ એપ ઑબ્ઝર્વર્સ, ખર્ચ નિરીક્ષણ ટુકડીઓ અને ફ્લાઇંગ સ્ક્વૉડના સભ્યો, જેઓ મતદાન ક્ષેત્રના રસ્તાઓ વિશે સંપૂર્ણ માહિતગાર નથી હોતા, તેમને માટે અત્યંત ઉપયોગી નીવડશે. આ અધિકારીઓ માટે સ્થળ પર પહોંચવા અને કોઈ પણ ફરિયાદનો ઉકેલ લાવવા માટે સમય અત્યંત કિંમતી હોય છે. આ તબક્કે હાલની વ્યવસ્થામાં ઓફિસરને જે ડ્રાયવર ફાળવવામાં આવ્યો હોય છે, તેના પર વધુ પડતા નિર્ભર રહેવું પડતું હોય છે. આ એપ આ પ્રકારની નિર્ભરતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડે છે અને જરૂરી સમય, કાપવાના બાકી અંતર વગેરે વિશે કોઈ પણ સંજોગોમાં ટીમને વાસ્તવિક સમયની માહિતી આપે છે. એપની શ્રેષ્ઠ બાબત એ છે કે આ તમામ રસ્તાઓના નકશા ઓફલાઈન મોડમાં સેવ પણ કરી શકાય છે, જેથી અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી વારંવાર ખોરવાઈ જવાની સર્જાતી સમસ્યા પણ સંપૂર્ણપણે દૂર થાય છે.
એપ્લિકેશનમાં મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચવાનું સરળ બનાવવાની સાથે સાથે મતદાન મથકોને લગતી તમામ વિગતો જાહેર ડોમેઇનમાં મુકીને “વ્યાપક મતદાન, નૈતિક મતદાન”ને પ્રોત્સાહન મળે છે. આ પારદર્શિતા મતદારોને ખાતરી આપે છે અને ચૂંટણીની ફરજ પરના અધિકારીઓ માટે તે અતિ મહત્વની છે. આ એપ્લિકેશન ગમે તેટલી સંખ્યામાં જિલ્લાઓ, વિધાનસભા મતવિસ્તારોને માપવા-આવરવા સંપૂર્ણ સજ્જ છે, કેમકે અક્ષાંશ, રેખાંશ, મતદાતાઓની સંખ્યા, બૂથ લેવલ ઓફિસર્સના નામ, સેક્ટર ઓફિસર્સ, સેક્ટર ઓફિસર્સના માર્ગો જેવી મતદાન મથક અંગેની પાયાની જાણકારી તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ (ડીઈઓઝ) પાસે ઉપલબ્ધ છે.

Related posts

સોલા સિવિલના વર્ગ ૪ના કર્મીઓ ઉતર્યા હડતાળ પર

editor

બનાસકાંઠામાં ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ

aapnugujarat

CM offers prayers to Narmada waters for filling Sardar Sarovar Dam up to its brim on PM’s 70th birthday

editor

Leave a Comment

UA-96247877-1