Aapnu Gujarat
ગુજરાત

સોલા સિવિલના વર્ગ ૪ના કર્મીઓ ઉતર્યા હડતાળ પર

શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં ઓક્સિજનની પાઇપ ચોરી થઈ હતી. જોકે, પાઇપ ચોરી થયા બાદ તપાસ કરવામાં આવી હતી. પરંતુ સોલા સિવિલ હૉસ્પિટલમાં કામકર્તા વર્ગ ચારના કર્મચારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો. કર્મચારીઓનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા પૂછપરછના બદલે મારમારવામાં આવ્યો. કારણ બતાવવામાં આવ્યું નથી. આ મુદ્દાને લઈ સોલા સિવિલ હૉસ્પિટલના વર્ગ ચારના કર્મચારીઓ ગેટ પર બેસી ગયા અને પોતાના પર લાગયેલા આક્ષેપ તથ્યવિહીન હોવાનું જણાવ્યું.
સોલા સિવિલ હૉસ્પિટલ અમદાવાદમાં અંદાજે વર્ગ ચારના ૧૫૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. વર્ગ ચારના કર્મચારીઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, સોલા સિવિલ હૉસ્પિટલમાંથી દર્દીઓના મોબાઈલ ખોવાય, પર્સ ખોવાય કે પછી હૉસ્પિટલમાંથી કોઈપણ વસ્તુ ખોવાય તો હાઉસ સ્કીપિંગના કર્મચારીઓ પર આરોપ લગાવવામાં છે. પોલીસ દ્વારા માર મારવામાં આવે છે. સોલા સિવિલ હૉસ્પિટલના વર્ગ ચારના કર્મચારીઓએ માંગ કરી છે કે, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી કામથી અળગા રહીશું.
હાઉસ સ્કીપિંગના કર્મચારીઓ કામથી અડગા રહીને વિરોધ નોંધાવ્યો છે. યોગ્ય ન્યાયની માંગ કરી છે. તેમજ સીસીટીવી લગાવવા માંગ કરી છે. ખોટા આક્ષેપ દૂર કરવામાં આવે. જોકે, પોલીસ દ્વારા યોગ્ય તપાસ થશે કે નહીં તે જોવાનું રહ્યું. તો બીજી તરફ વર્ગ ચારના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે સફાઈ નહિ થાય તો હૉસ્પિટલમાં ગંદકી વધશે અને દર્દીઓ પરેશાન થશે.

Related posts

ભાનુશાળી કેસ : મનીષા સહિત ૪ આરોપી ભાગેડુ જાહેર કરાયા

aapnugujarat

अहमदाबाद क्राइम ब्रांच ने 1 करोड़ के MD ड्रग्स के साथ ASI सहित 5 को किया गिरफ्तार

editor

ચૂંટણીને લઇ કોંગ્રેસ સોશ્યલ મીડિયામાં જોરદાર સક્રિય છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1