Aapnu Gujarat
રાષ્ટ્રીય

અંબાણી પરિવારને મળી ધમકી : ‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

દેશનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના એન્ટેલિયા હાઉસની બહાર ઉભેલી ગાડીમાંથી વિસ્ફોટક મળતાં સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, અંબાણી પરિવાર સામે જોખમ ઉભું થયું છે. સીસીટીવી ફુટેજની તપાસમાં બહાર આવ્યું છે કે, ૨૪ ફેબ્રુઆરીની રાત્રે આ કાર લગભગ ૧ વાગ્યે એન્ટેલિયાની બહાર જોવા મળી હતી તે પહેલાં હાજી અલી જંકશન પાસે રાત્રે ૧૨.૩૦ની આસપાસ ૧૦ મિનિટ સુધી ઉભી હતી. આ ગાડીમાંથી જિલેટિનની ૨૦ સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છેે. સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે – ‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’. પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છેકે, વિસ્ફોટક રાખનારે એક મહિના સુધી એન્ટિલિયાની રેકી કરી હતી. આટલું જ નહીં, આ લોકોએ ઘણી વખત મુકેશ અંબાણીના કાફલાનો પીછો પણ કર્યો. સીસીટીવી ફૂટેજમાં કારમાં બેસેલી એક વ્યક્તિ પણ જોવા મળી છે.
પોલીસે આ મામલાની તપાસ માટે ૧૦ ટીમ બનાવી છે. એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની આ ટીમોને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કારમાંથી ૨૦ નંબરની પ્લેટ મળી આવી છે. ઘણાં એવા નંબર છે, જે મુકેશ અંબાણીના સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી ગાડીઓ સાથે મેચ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, નંબર પ્લેટથી અંદાજો લગાવી શકાય છે કે મુકેશ અંબાણીના કાફલાનો પીછો કરવામાં આવ્યો હશે, નહીં તો કારનો નંબર મેચ કરવો સરળ નથી.

Related posts

આધારની બંધારણીય કાયદેસરતા સુપ્રીમે અકબંધ રાખી

aapnugujarat

कैप्टन अमरिन्दर का केजरीवाल पर तंज : किसानों की पीठ में छुरा घोपने वाला झूठा व्यक्ति

editor

કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચૂક! ફૂલ સાથે ભૂલથી મોબાઈલ ફેંકાઈ ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1