Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણીને લઇ કોંગ્રેસ સોશ્યલ મીડિયામાં જોરદાર સક્રિય છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટી લોકસંપર્ક, જાહેરસભા, રોડ-શો, રેલી, દેખાવો સહિતના કાર્યક્રમોની સાથે સાથે આજના મોબાઇલ-ઇન્ટરનેટના યુગમાં સોશ્યલ મીડિયામાં પણ જોરદાર રીતે સક્રિય થઇ છે. વિકાસ ગાંડો થયો અને મારા હાળા છેતરી ગયાને જબરદસ્ત લોકસમર્થન સાંપડતા હવે કોંગ્રેસના આઇ.ટી સેલ દ્વારા નવું કટાક્ષ કરતું કેમ્પેઇન સૂત્ર “આયા પાછા છેતરવા” લોન્ચીંગ કર્યું છે. કોંગ્રેસનું આ નવુ સૂત્ર લોન્ચીંગ કર્યાની ગણતરીની મિનિટમાં જ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મોબાઇલ, વોટ્‌સ એપ, ઇ-મેલ સહિત સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગયું હતું. લોકોએ આ કોંગ્રેસના ભાજપ પર માર્મિક પ્રહારો સાથેના આ નવા સૂત્રને પણ જોરદાર રીતે વધાવ્યું હતું અને આગળ વાયરલ કર્યું હતું. ભાજપના વિકાસને લઇ કોંગ્રેસે થોડા સમય પહેલાં વિકાસ ગાંડો થયો છે અને મારા હાળા છેતરી ગયાના કટાક્ષભર્યા સૂત્રો વહેતા મૂકયા હતા, જે સોશ્યલ મીડિયામાં એટલી હદે લોકપ્રિય થયા હતા કે, છેક રાષ્ટ્રીય કક્ષાએ તે વાકયો લોકમુખે અને નેતાઓના મોંઢે બોલાતા થઇ ગયા હતા. કોંગ્રેસના આ સૂત્રોની જબરદસ્ત સફળતા અને લોકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં લઇ કોંગ્રેસના આઇ.ટી સેલ દ્વારા આજે વધુ એક ભાજપ પર માર્મિક પ્રહારો કરતું નવુ કેમ્પેઇન સૂત્ર સોશ્યલ મીડિયામા લોન્ચ કરાયું હતું અને તે હતું “આયા પાછા છેતરવા”. કોંગ્રેસના આઇ.ટી સેલ દ્વારા બેકગ્રાઉન્ડમાં બ્લેકબોર્ડ, પુસ્તકો અને ચોપડીઓના ફોટા પર લખાયું છે કે, કહ્યુ હતું ઉચ્ચ શિક્ષણ આપીશું , પણ આપ્યુ નિમ્ન અને મોંઘુ શિક્ષણ અને તેની નીચે કટાક્ષ કર્યો છે કે, આયા પાછા છેતરવા. બીજા ફોટામાં ખેડૂત તેના બળદ લઇ ખેતી કરી રહ્યો છે તે દર્શાવતી તસ્વીરમાં લખાયું છે કે, કહ્યુ હતું ખેડૂતોનું દેવું માફ કરીશું પણ ખેડૂતોનું દેવું વધારી બેઠા અને તેની નીચે ફરી એ જ કટાક્ષ કે, આયા પાછા છેતરવા. તેની નીચે ત્રીજી તસ્વીરમાં જીએસટીને લઇ ભાજપ પર પ્રહાર કરાયો છે કે, કહ્યું હતું એક દેશ એક ટેક્સ નીતિ પણ ઉભા કર્યા જીએસટીના પાંચ માળખા અને તેની નીચે ફરી કટાક્ષ કે, આયા પાછા છેતરવા. ૪થી તસ્વીરમાં યુવાનો રોજગારી માટે લાંબી લાઇનોમાં ઉભા રહેલા દર્શાવાયા છે, જેમાં લખાયું છે કે, કહ્યું હતું યુવાનોને રોજગાર આપશું પણ યુવાનોને બેરોજગાર કરી બેઠા એ પછી નીચે કટાક્ષ કે, આયા પાછા છેતરવા. પાંચમી તસ્વીરમાં હાથમાં સશસ્ત્ર જવાનો દર્શાવાયા છે અને લખાયુ છે કે, વાત કરી હતી સૈનિકોના સન્માનની પણ સૌથી વધુ સૈનિક છેલ્લા ત્રણ વર્ષમાં શહીદ થઇ ગયા ને નીચે કટાક્ષ કે, આયા પાછા છેતરવા, છઠ્ઠી તસ્વીરમાં ગુજરાતના મતદારો દેખાય છે અને લખાણ છે કે, ૨૦૧૨ની ચૂંટણીમાં ખોબલે ખોબલે મત આપ્યા શું મળ્યું ગુજરાતની જનતાને? અને નીચે કટાક્ષ કે, આયા પાછા છેતરવા અને છેલ્લી સાતમી તસવીરમાં હાઉસીંગના મકાનો દર્શાવી જણાવાયું છે કે, કહ્યું હતું ૫૦ લાખ ઘર આપશું પણ માત્ર પાંચ લાખ…. નીચે માર્મિક કટાક્ષ કે, આયા પાછા છેતરવા. કોંગ્રેસના આઇટી સેલ દ્વારા આ નવુ કેમ્પેઇન સૂત્ર લોન્ચીંગ કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે સોશ્યલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઇ ગયું હતું. ભાજપ પ્રહારો કરતા અને માછલાં ધોતાં આ નવા કેમ્પેઇન સૂત્રને પણ જબરદસ્ત લોકપ્રતિસાદ સાંપડી રહ્યો છે, તે ગણતરીની મિનિટોમાં વાયરલ થતાં જ સ્પષ્ટ થઇ ગયું હતું.

Related posts

ઓઢવમાં સેક્સ રેકેટનો પર્દાફાશ

aapnugujarat

વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીનું મહામંથન

aapnugujarat

પહેલીથી BRTSમાં યાત્રીને ટિકિટ ન આપવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1