Aapnu Gujarat
રમતગમત

૨૦૧૮ ફુટબોલ વર્લ્ડકપ ક્વાલિફાઇંગ : સ્પેન આજે વર્લ્ડકપમાં સ્થાન મેળવવાના હેતુ સાથે ઉતરશે

૨૦૧૮ ફુટબોલ વર્લ્ડકપ ક્વાલિફાઇંગ મેચો ચાલી રહી છે ત્યારે સ્પેન વર્લ્ડકપમાં સ્થાન મેળવી લેવાના મજબૂત ઇરાદા સાથે આવતીકાલે અલબાનિયા સામે રમશે. ઇટાલી ઉપર તેની ૩ પોઇન્ટની લીડ થયેલી છે. બીજી બાજુ ઇટાલીની ટીમ પણ શાનદાર દેખાવ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. ક્વાલિફાઇંગ મેચોનો રોમાંચક દોર યથાવતરીતે જારી રહ્યો છે. મેચ જોવા માટે મોટી સંખ્યામાં ફુટબોલ ચાહકો ઉપસ્થિત રહે તેમ માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેનના ફુટબોલ ચાલકો મેચ જોવા માટે ઉપસ્થિત રહેશે. ઇટાલી મેસેડોનિયા સામે રમનાર છે. આ મેચનું પ્રસારણ સોની-૧૦ ઉપરથી કરવામાં આવનાર છે જ્યારે સ્પેન અલ્બાનિયા સામે રમનાર છે. આ મેચનું પ્રસારણ પણ ૧૨.૧૫ વાગ્યાથી જ કરવામાં આવનાર છે. ક્વાલિફાઇંગ મેચોનો દોર રોમાંચકરીતે જારી રહ્યો છે. એકબાજુ જર્મની અને પોલેન્ડની ટીમ વર્લ્ડકપમાં પ્રવેશ કરી ગઇ છે. બીજી બાજુ આર્જેન્ટીનાની ટીમ હજુ સુધી સ્થાન પ્રાપ્તિ કરી શકી નથી. કારણ કે તેની પેરુ સામેની મેચ ડ્રોમાં પરિણમી હતી. મેસ્સીની ઉપસ્થિતિમાં પણ આર્જેન્ટીનાની ટીમ આગેકૂચ કરી શકી ન હતી. પોલેન્ડની ટીમ પહોંચી ચુકી છે. ચિલીની ટીમ પણ હજુ સુધી સ્થાન મેળવી શકી નથી. બ્રાઝિલ એકમાત્ર દક્ષિણ અમેરિકન ટીમ છે જે વર્લ્ડકપમાં પ્રવેશવાના કિનારે છે. જ્યારે ચિલી, કોલંબિયા, ઉરુગ્વે, આર્જેન્ટીનાની મેચોના પરિણામ પરથી આગામી મેચ નક્કી થનાર છે. બ્રાઝિલની ટીમ ૧૦ પોઇન્ટ સાથે દક્ષિણ અમેરિકન ક્વાલિફાઇંગમાં ટોપ ઉપર છે.

Related posts

સમી પર સંકટના વાદળોઃ ચેક બાઉન્સ મામલામાં થઇ શકે ધરપકડ

aapnugujarat

भारत-आस्ट्रेलिया बॉक्सिंग डे टेस्ट में दर्शकों के आने की उम्मीद

editor

મોહંમદ શમીની પત્ની દ્વારા ૧૦ લાખના ભથ્થાની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1