Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તમામ નિર્ણય વેબસાઇટ પર મુકવા કોલેજિયમનો નિર્ણય

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાની ખાતરી કરવાના હેતુસર જજોની બઢતી, ટ્રાન્સફર અને કન્ફર્મેશન સહિત તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર અપલોડ કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેની વેબસાઇટ ઉપર તમામ નિર્ણય અપલોડ કરવાના નિર્ણય બાદ આને લઇને પણ કાયદાકીય નિષ્ણાતોમાં ચર્ચા જોવા મળી રહી છે. આ નિર્ણય ત્રીજી ઓક્ટોબરના દિવસે મૂળભૂતરીતે લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ કોલેજિયમનું નેતૃત્વ ચીફ જસ્ટિસ દિપક મિશ્રા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તમામ લોકો માહિતી મેળવી શકે તે હેતુસર આ નિર્ણય લેવાયો છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયોને લઇને પણ ચર્ચા જોવા મળી રહી હતી. પ્રથમ અપલોડેડ માહિતીમાં મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે ઇન્કમટેક્સ અપ્લેક ટ્રીબ્યુનલના એક જ્યુડિશિયલ સભ્ય અને ત્રણ જ્યુડિશિયલ ઓફિસરોની નિમણૂંક અંગે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે છ જ્યુડિશિયલ ઓફિસરોની નિમણૂંક અંગેની દરખાસ્ત અંગે પણ માહિતી આપવામાં આવી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં અન્ય બે જસ્ટિસ રહેલા છે તેમાં જે ચેલેનેશ્વર, રંજન ગોગોઇ, મદન ડી લાકુર અને કુરિયન જોસેફનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેની પ્રક્રિયામાં અને કાર્યવાહીમાં પારદર્શકતા લાવવાના હેતુસર આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર તમામ પ્રકારની માહિતી સ્પષ્ટપણે રજૂ કરવામાં આવશે.

Related posts

इफ्तार पार्टी की तस्वीरें शेयर कर गिरिराज ने नीतीश पर कसा तंज, कहा- हम दिखावे में क्यों रहते हैं आगे

aapnugujarat

કાશ્મીરમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા

aapnugujarat

CM नीतीश का अधिकारियों को अल्टीमेटम- 2020 तक हर घर में लगे प्रीपेड मीटर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1