Aapnu Gujarat
રમતગમત

મોહંમદ શમીની પત્ની દ્વારા ૧૦ લાખના ભથ્થાની માંગ

એકસ્ટ્રા મેરીટન અફેયર્સ અને સ્થાનિક હિંસાના આરોપો બાદ ક્રિકેટર મોહંમદ શમીની પત્ની હસીન જહાંએ પોતાના પતિ પાસેથી દર મહિને ૧૦ લાખ રૂપિયાના ભથ્થાની માંગ કરીને કેસ દાખલ કરી દીધો છે. પોતાના પતિની સામે અલીપુરમાં દર મહિને ૧૦ લાખ રૂપિયાના ભથ્થાની માંગ કરીને કેસ દાખલ કરવામાં આવતા મામલો ગંભીર બની ગયો છે. હસીન જહાંએ પોતાના અને પોતાની પુત્રીના ભરણપોષણ માટે ભથ્થાની માંગ કરી છે. સ્થાનિક હિંસા એક્ટ ૨૦૦૫ હેઠળ નોંધવામાં આવેલા કેસની સુનવાણી કરતી વેળા અલીપુર કોર્ટના ત્રીજા ન્યાયિક મેજિસ્ટ્રેટે શમી અને અન્યઆરોપીઓની સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ ૧૫ દિવસની અંદર કોર્ટમાં ઉપસ્થિત થવા સૂચના આપી છે. હસીન જહાંના વકીલ ઝાકીર હુસૈને કહ્યું છે કે મેજિસ્ટ્રેટે તેમની રજુઆતોને સાંભળી છે. બીજા પક્ષને કારણબતાવ નોટિસ આપીને સૂચના આપી છે. આ મામલામાં વધુ સુનાવણી ચોથી મેના દિવસે હાથ ધરવામાં આવનાર છે. હસીન જહાં મંગળવારના દિવસે સવારમાં કોર્ટ પહોંચી હતી. હસીન જહાંએ પતિ મોહંમદ શમી, તેમની માતા અંજુમન આરા, બહેન શબીના અંજુમ, ભાઈ મોહંમદ હસીબ અને હસીબની પત્ની શમા પરવીનની સામે ફરિયાદ દાખલ કરી છે. આ તમામની સામે આઠમી માર્ચના દિવસે જહાંએ જાધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જાકીરે કહ્યું હતું કે આકેસ પહેલાના કેસથી બિલકુલ અલગ પ્રકારનો કેસ છે. જાકીરે એમ પણ કહ્યું હતું કે શમીએ જહાંને કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવ્યા નથી. એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થઈ ચુક્યો છે. હવે જહાંની પાસે ખર્ચ ચલાવવા માટે પણ પૈસા નથી. કોર્ટ સમક્ષ જોરદાર રજુઆત કરવામાં આવી છે. શમી દર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયા કમાય છે.

Related posts

એશિયા કપ માટે ભારતની દાવેદારી મજબૂત : શેન વોટસન

aapnugujarat

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં વન-ડે જંગ

aapnugujarat

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી લોર્ડસમાં બીજી ટેસ્ટ મેચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1