Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં વન-ડે જંગ

નાગપુરમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી મેચ રમાનાર છે. આને લઇને નાગપુરમાં જોરદાર ક્રિકેટ ફિવર છે. પ્રથમ મેચ ભારતે જીતી લઇને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા લીડને વધારી દેવા માટે તૈયાર છે. આના માટે જોરદાર પ્રેક્ટીસ પણ કરવામાં આવી ચુકી છે. પ્રથમ મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને કુલદીપે જોરદાર બેટિંગ કર્યા બાદ નવી આશા જાગી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનો બેટિંગમાં ફ્લોપ રહ્યા હતા અને જંગી સ્કોર કરી શક્યા ન હતા. પરંતુ આવતીકાલે પ્રવાસી ટીમ પણ જોરદાર દેખાવ કરે તેવી શક્યતા છે. મેચનુ પ્રસારણ આવતીકાલે ૧.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. હાલમાં ટ્‌વેન્ટી મેચોની શ્રેણી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીતી લીધા બાદ ભારતીય ટીમ ઉપર વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કરવાનું દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. હાલમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારત ઉપર જીત મેળવી લીધા બાદ પાંચ મેચોની શ્રેણી ખુબ રોમાંચક બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવ કરવા તૈયાર છે. આ ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી છે. જેમાં શોન માર્શ, ગ્લેન મેક્સેલનો સમાવેશ થાય છે. મેક્સવેલના શાનદાર દેખાવના લીધે જ ઓસ્ટ્રેલિયાએ ટ્‌વેન્ટી શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. બંને મેચોમાં મેક્સવેલ છવાયેલો રહ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ઉપર પણ નજર રહેશે. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે.ભારતીય અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Related posts

एशेज के लिए कंगारू टीम का एलान

aapnugujarat

महाराष्ट्र में कर्जमाफी के लिए सरकार ने बनाया पैनल

aapnugujarat

स्मिथ को आउट करने के लिए सही जगह पर गेंद को रखना होगा : मिसबाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1