Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વીડિયોકોનને લોનના મામલે આરબીઆઈની ઉંડી તપાસ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી ૩૨ અબજ રૂપિયાની લોનના મામલે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી વિગતો મેળવવાની તૈયાર કર લીધી છે. આરબીઆઈ દ્વારા સૌથી પહેલા વાસ્તવિકતામાં ધ્યાન આપવામાં આવશે. જાણકાર સૂત્રોએ કહ્યું છે કે માહિતી મેળવી લીધા બાદ તેના આધાર ઉપર કાર્યવાહી કરવામાં આવશે. નાણા મંત્રાલય તરફથી પહેલાથી જ કહેવામાં આવી ચુક્યું છે કે આઈસીઆઈસીઆઈ બેંક કેસમાં પગલાં લેવાનું કામ આરબીઆઈનું છે. આરબીઆઈને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીના સંદર્ભમાં ઘણીબધી માહિતી મળી ચુકી છે. જેના આધાર ઉપર તપાસ થઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે સીબીઆઈ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડિરેકટર અને સીઈઓ ચંદા કોચરના પતિ દિપક કોચર અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીના ચેરમેન વેણુગોપાલ ધુત સામે તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ નવી ગતિવિધિ શરૂ થઈ છે. દિપક કોચરની કંપનીને ધુત દ્વારા આપવામાં આવેલી લોનના મામલામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સંપર્ક કરવામાં આવતા આઈસીઆઈસીઆઈ બેંકના પ્રવક્તાએ કહ્યું છે કે આ સમગ્ર માહિતી આધાર વગરની છે. તેમાં કોઈપણ વાસ્તવિકતા નથી. આઈસીઆઈસીઆઈ બેંકના સૂત્રોએ કહ્યું છે કે વીડિયોકોને ડિસેમ્બર ૨૦૧૭ સુધી બેંકને તેની રકમ ચૂકવી દીધી છે. માર્ચના ત્રિમાસિક ગાળા માટેની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વીડિયોકોન ગ્રુપ કંપનીઓને લોનની બાબત જુની બાબત છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં એસબીઆઈએ કેટલીક સ્પષ્ટ વાત કરી હતી. બીજીબાજુ ધુતનું કહેવું છે કે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ શરતોને તેમની કંપની પાળવા માટે તૈયાર છે. આરબીઆઈ હાલના બેન્કીંગ કૌભાંડોને લઈને વધુ સાવચેત થઈ છે અને હવે પગલાંઓનો દોર શરૂ થયો છે

Related posts

२१ सरकारी बैंकों को लगा २५,७७५ करोड़ का चूना : RTI

aapnugujarat

હિન્દુ ત્રાસવાદને તોઇબા કરતા વધુ ખતરનાક ગણાવાયા હતા : સંબિત પાત્રા

aapnugujarat

१०० करोड़ क्लब में शामिल हुई आलिया भट्ट की ‘राजी’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1