Aapnu Gujarat
ગુજરાત

કૌભાંડ મામલે મ્યુનિ. વિપક્ષ કોંગ્રેસે પ્રહાર કરી સવાલના જવાબ માંગ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૨ માસમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામા ન આવ્યો હોવાનો ભાજપ દ્વારા ખુલાસો કરવામા આવતા મ્યુ.વિપક્ષ કોંગ્રેસ દ્વારા વળતો પ્રહાર કરીને ભાજપ પાસે પાંચ સવાલોના જવાબ માગવામા આવ્યા છે આ સાથે જ બિલ્ડર વસાણીને ભાજપના ધારાસભ્ય નલિન કોટડીયાના કહેવાથી જ કરાવવામા આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામા આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,શુક્રવારના રોજ મ્યુનિ.વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં ૫,૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનો ઘટસ્ફોટ કરવામા આવતા શાસક પક્ષ ભાજપ દ્વારા ૨૨ માસમા એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામા ન આવ્યો હોવાનો ખુલાસો કરવામા આવતા આજે વધુ એક વખત મ્યુનિ.વિપક્ષનેતા દિનેશ શર્મા દ્વારા વળતો પ્રહાર કરીને ભાજપને પાંચ સવાલોના જવાબ આપવા પડકાર ફેંકયો છે.આ સવાલોમાં બિલ્ડર વસાણીને લક્ષ્મીપુરા સહિતની આસપાસની કુલ છ લાખ ચો.મી.જમીન ખેતીઝોન બદલીને એગ્રીકલ્ચરલ ઝોન કરી આપવામા આવી એમાં ધારીના ધારાસભ્ય નલિન કોટડીયાએ કરેલી ભલામણ બાદ કરી આપીને ૬૦૦ કરોડનું કૌભાંડ આચરવામા આવ્યુ હતુ આ બાબત જો ખોટી હોય તો દરખાસ્ત રદ કરવા પડકાર ફેંકયો છે.આ ઉપરાંત ટી.પી.સ્કીમ નંબર-૨૦૪ જે પોલીસી મંજુર કરવામા આવી હતી એમા એસજી હાઈવે પર આવેલા ૫૦ સરવે નંબરોએ લાભ લીધો હતો જો તાકાત હોય તો આ લાભ લેનારા ૫૦ સરવે નંબરોના માલિકોના નામ જાહેર કરવા પડકાર ફેંકયો છે.રિવરફ્રન્ટ અને જનમાર્ગમાં અમદાવાદના લોકોના ટેકસના નાણાંનો ઉપયોગ કરવામા આવ્યો છે.જો ૨ હજાર કરોડનો ભ્રષ્ટાચાર આચરવામા ન આવ્યો હોય તો શા માટે મ્યુનિ.ના ચીફ ઓડિટર પાસે તેનુ ઓડિટ કરાવીને તેનો રિપોર્ટ લોકો સમક્ષ મુકવામા આવતો નથી.આ સાથે કેગના રિપોર્ટમાં ૬૦૦ કરોડના કૌભાંડ ઉજાગર થતા કરોડો રૂપિયા ટીડીઆરના વધુ ચુકવાયા હતા.રામાપીરના ટેકરાના રિડેવલપમેન્ટ કામમા પણ એક ખાનગી માલિકને પ્લોટના બદલામા ૧૦૦ કરોડનો ખુલ્લો પ્લોટ આપવાનુ સેટીંગ પાડયુ છે.જલધારા વોટરપાર્કમા જો કૌભાંડ ન થયુ હોય તો પૂર્વ કોર્પોરેટરના ભાઈ પાસેથી મિલક્તવેરો વસુલી રિટેન્ડર કરી બતાવે.કોર્પોરેટરોના બસના કોન્ટ્રાકટ,સફાઈના કોન્ટ્રાકટ રદ કરી બતાવો.

Related posts

મુખ્યમંત્રીએ ગાંધીનગરને ૩૯૫ કરોડના વિકાસ કામોની ભેટ આપી

editor

હેલમેટ ન પહેર્યું તો ૧૦૦નો દંડ : પોલીસે ઝુંબેશ શરૂ કરી

aapnugujarat

જશોદાનગર ચોકડી પાસે ટ્રકે એકિટવાને ટક્કર મારતા મહિલાનું મોત : બે ઇજાગ્રસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1