Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીએ ગાંધીનગરને ૩૯૫ કરોડના વિકાસ કામોની ભેટ આપી

રાજ્યના મહાનગરો-નગરોને રસ્તા, લાઇટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી ઉપર ઉઠીને વર્લ્ડકલાસ વિકાસ કરે તેવાં સ્માર્ટ સિટીઝ બનાવવાની નેમ સાથે આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રૂ. ૩૯૫ કરોડના વિવિધ વિકાસ કામોના ડિજિટલી લોકાર્પણ-ખાતમૂર્હત મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે ગાંધીનગર મહાપાલિકા તંત્ર અને પદાધિકારીઓને ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસકામો માટે અભિનંદન પાઠવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , પાછલા એક-સવા વર્ષથી કોરોના સંક્રમણની વ્યાપકતા વચ્ચે પણ ગુજરાતની વિકાસ ગતિ અટકી નથી. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે આ સરકારે કોરોના કાળમાં રૂ. ૨૮ હજાર કરોડના વિકાસ કામો હાથ ધર્યા છે. હવે આપણે ૮ મહાનગરો સહિત રાજ્યના નગરોમાં આધુનિક આયામો સાથે મેટ્રોરેલ જેવી સગવડો આપીને ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન જેવી વ્યવસ્થા ઊભી કરવાની મનસા રાખી છે.
મુખ્યમંત્રીએ નગરો-મહાનગગરોના વિકાસને વધુ વેગવંતો બનાવવા રાજ્યના આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે રૂ. ૧૪ હજાર કરોડની ફાળવણી કરી છે તેની પણ ભૂમિકા આપી હતી. તેઓએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે આવનારા દિવસોમાં પાટનગર ગાંધીનગરના નાગિરકો પણ વિકાસની આ રાજનીતિને વધાવશે અને ગાંધીનગરના વિકાસ કામો પ્રગતિના આ પથને વધુ ઉન્નત બનાવવામાં પ્રેરણારૂપ બનશે. ત્યારે ગાંધીનગરના મેયર રીટા પટેલે સૌને આવકારી રૂ. ૩૧૭ કરોડના વિવિધ ખાતમૂર્હત અને રૂ. ૭૮ કરોડના લોકાર્પણ કામોથી પાટનગરમાં શહેરી જનજીવન સુખકારી સુવિધામાં વૃદ્ધિ થશે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
આ અવસરે ખાતમૂર્હત થયેલા કામોમાં મુખ્યત્વે સોલીડ વેસ્ટ કલેકશન, હયાત આસ્ફાલ્ટ રોડ રિસરફેસ, સી.સી.રોડ નિર્માણ, પાટનગરના ૬ પ્રદેશદ્વાર પર એન્ટ્રી, બે અંડર પાસ, ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાપાલિકા કચેરી લોકાર્પણ, નવા વ્હીકલ પૂલનું બાંધકામ અને ચ-૦ સર્કલ ખાતે ૩૦ મીટર ઊંચા રાષ્ટ્રધ્વજ પોલના કામોના ડિજિટલી લોકાર્પણ-ખાતમૂર્હત મુખ્યમંત્રીએ કર્યા હતા. ગાંધીનગર મહાપાલિકાના હોદ્દેદારો, ડેપ્યુટી મેયર, ગુડાના પૂર્વ અધ્યક્ષ, સંગઠનના પદાધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. અને મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતન ચારણ ગઢવીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

Related posts

Union Cabinet approves leasing out Ahmedabad, Lucknow and Mangaluru airports of AAI through PPP

aapnugujarat

વડાલી માર્કેટયાર્ડમાં ૮૧ લાખ કિલો કપાસની આવક

editor

દૂધ-શાક બાદ કઠોળ મોંઘું, તુવેર દાળમાં રૂ. ૨૫ અને અન્ય કઠોળના ભાવ રૂ.૧૦થી ૧૫ વધ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1