Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસોમાં વધારો

અમદાવાદ શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદ બાદ ધીમા પગલે ઠંડીનું આગમન થતુ અનુભવાઈ રહ્યુ છે આ પરિસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે એમા પણ છેલ્લા કેટલાક સમય દરમિયાન શહેરમાં તાવના દર્દીઓમાં નવા ઓર્થોપોડ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં ઓકટોબર માસના ૨૮ દિવસની અંદર મેલેરીયાના કુલ મળીને ૬૪૯ જેટલા કેસ નોંધાવા પામ્યા હતા.આ સાથે જ ઝેરી મેલેરીયાના પણ આ સમયગાળામાં કુલ મળીને ૨૧૩ જેટલા કેસ નોંધાવા પામ્યા હતા.આમ અમદાવાદ શહેરમાં ૨૮ દિવસની અંદર મચ્છરજન્ય એવા મેલેરીયા અને ઝેરી મેલેરીયાના કુલ મળીને ૮૬૨ ઉપરાંત કેસ નોંધાવા પામતા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરીયા દ્વારા કરવામા આવી રહેલી એન્ટિલાર્વા એકટીવીટી કેટલી હદે સફળ થઈ છે તે જોઈ શકાય છે.
આ સાથે જ અમદાવાદમાં આ માસની અંદર એડીસઈજીપ્તી નામના મચ્છરથી ફેલાતા ડેન્ગ્યુના પણ કુલ મળીને ૧૪૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.તો ચિકનગુનીયાના ૧૬ જેટલા કેસ નોંધાવા પામ્યા હતા.બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં તબીબી પ્રેકટિસ કરી રહેલા તબીબોને ત્યાં મેલેરીયા,ઝેરી મેલેરીયા,ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનીયાના આવી રહેલા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદ શહેરમાં તાવના લક્ષણો ધરાવતા એવા કેસો સપાટી ઉપર આવવા પામ્યા છે કે જેમાં દર્દીને ખુબ ઉંચો તાવ આવવાની સાથે ઝડપથી તાવ ઉતરતો નથી.આ સાથે જ દર્દીને શરીર ુપર ફોલ્લીઓ થાય છે કે પછી સતત ખંજવાળ પણ આવતી હોય છે.આ પ્રકારના કેસ એ નવા ઓર્થોપોડ વાયરસ કે જેને એરબો વાયરસ તરીકે ઓળખવામા આવે છે એના શંકાસ્પદ કેસ હોઈ શકે એમ તબીબી સૂત્રોનું કહેવું છે.આ પ્રકારના તાવના દર્દીને માથાનો દુખાવો પણ થતો હોવાની ફરિયાદ કરતા હોય છે.

Related posts

અલ્પેશ કથીરિયાને હાઈકોર્ટમાંથી જામીન માટે પાસ દ્વારા સહી ઝુંબેશ

aapnugujarat

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા સમસ્ત ખારવા સમાજ તથા ગુજરાત મેરીટાઈમ બોડઁ ના ડાયરેક્ટર કિશોર કુહાડા દ્રારા જરુરીયાતમંદ દરેક સમાજ ને કીટનુ વિતરણ કરવામાં આવ્યું

editor

કુણપુર ગામમાં શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1