Aapnu Gujarat
ગુજરાત

કેમ્પસ એમ્બેસેડર્સ વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધાવવામાં મદદરૂપ બનશે – કલેકટર પી.ભારતી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.ભારતીએ વડોદરા શહેર-જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર જાગૃતિ શિક્ષણ અને સશક્તિકરણ (સ્વીપ) માં સહયોગ માટે પસંદ કરવામાં આવેલા કેમ્પસ એમ્બેસેડરને આગામી તા.૧લી જુલાઇથી શહેર જિલ્લામાં હાથ ધરવામાં આવનાર મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે કેમ્પસ એમ્બેસેડરોની નિયુક્તિ કરવામાં આવી છે.

કલેકટર પી.ભારતીએ કેમ્પસ એમ્બેસેડર્સ તેમની શિક્ષણ સંસ્થામાં ભણતા અને લાયકાત હોવા છતાં નામ નોંધણી ન કરાવી હોય તેવા વિદ્યાર્થીઓને મતદાર તરીકે નામ નોંધાવવામાં અથવા નોંધાયેલા નામની સુધારણા, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા કે મતદાર વિસ્તાર બદલવાની કામગીરીમાં મદદરૂપ બનવા જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષણ સંસ્થાઓના સ્ટાફ અને ફેકલ્ટીઝને પણ મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા સહિતના કામોમાં મદદરૂપ થવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી આર.ડી.ભટ્ટે શહેર/જિલ્લામાં તા.૧લી જુલાઇથી હાથ ધરાનાર મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની વિગતો આપી હતી. આ બેઠકમાં સ્વીપના નોડલ અધિકારી શ્રી સુધીર જોષી સહિત ૫૩ જેટલા કેમ્પસ એમ્બેસેડર્સ હાજર રહ્યા હતા.

Related posts

વીજળી ખરીદી દ્વારા ખાનગી કંપનીઓને માલામાલ કરાઈ : સૂરજેવાલાના ભાજપ પર તેજાબી ચાબખા

aapnugujarat

પરપ્રાંતિયોની હિજરતને પગલે ઉદ્યોગ ધંધાઓને મોટો ફટકો

aapnugujarat

ગાંધીનગર મનપા ચૂંટણી : કોંગ્રેસે જાહેર કર્યું વચનપત્ર

editor

Leave a Comment

UA-96247877-1