Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેર/જિલ્લામાં તા.૧ જુલાઇથી સમગ્ર માસ દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

જિલ્લા કલેકટર પી.ભારતીએ જણાવ્યુ છે કે, વડોદરા શહેર/જિલ્લામાં લાયકાત ધરાવતા તમામ મતદારોના નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે વિવિધ માધ્યમો દ્વારા વ્યાપક જન જાગૃતિ ઊભી કરવામાં આવશે. વડોદરા ખાતે સ્વીપ (સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેકટ્રોલ પાર્ટીસીપેશન) કોર કમિટીની બેઠક કલેકટર પી. ભારતીના અધ્યક્ષ સ્થાને મળી હતી. કલેકટર પી.ભારતીએ જણાવ્યુ કે, વડોદરા શહેર/જિલ્લામાં તા.૧લી જુલાઇથી સમગ્ર મહિના દરમિયાન તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

કલેકટરશ્રીએ જણાવ્યુ કે, તા.૧/૧/૧૭ની લાયકાત તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ વ્યક્તિઓના નામ મતદાર યાદીમાં નોંધવામાં આવશે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ લાયકાત ધરાવતા તમામ મતદારોના નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે શાળા કોલેજોમાં બેનર્સ/પોસ્ટર્સ ટીવી, રેડિયો, કેમ્પસ એમ્બેસેડર, ઔદ્યોગિક વિસ્તારો, ગામડાઓમાં દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ, એફ.ફી.એસ., MDM, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો લોકો સરળતાથી લાભ લઈ શકે તે માટે તા.૯, ૧૬ અને ૨૩મી જુલાઇના રોજ નજીકના મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશના ભાગરૂપે બુથ લેવલ ઓફિસર્સ (BLOS) જરૂરી ફોર્મ સાથે સવારના ૧૦.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી ઉપલબ્ધ રહેશે તેમ જણાવતા કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું કે, લોકોને આ કાર્યક્રમ હેઠળ મતદાર યાદીમાં નામ દાખલ કરવા, નામમાં સુધારા-વધારા, નામ કમી કરાવવાની કામગીરીમાં સરળતા રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર/જિલ્લામાં તા.૧૫/૫/૨૦૧૭ની સ્થિતિએ ૧૧૯૫૦૯૫ પુરૂષ તથા ૧૧૧૨૨૭૮ સ્ત્રી મતદારો સહિત કુલ ૨૩૦૭૩૭૩ મતદારો નોંધાયા છે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.ડી.ભટ્ટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન અંગે કરવાની કામગીરીની વિગતો આપી હતી. સ્વીપના નોડલ અધિકારી શ્રી સુધીર જોષીએ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન હાથ ધરવામાં આવનાર મતદાર જાગૃતિ અભિયાનની વિગતો આપી હતી. આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્તમ મતદારોની નોંધણી માટે રચનાત્મક સૂચનો કર્યા હતા.

Related posts

કાકણપુર પોલીસે વિખુટી પડેલી અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે ભેટો કરાવ્યો

editor

ગીર સોમનાથ : સાવજોનું મોનસૂન વેકેશન પૂર્ણ થયું

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સાંગણપુરથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1