Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરના ધો-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહન ખરીદવા રાજ્ય સરકાર રૂા. દસ હજાર સબસીડી આપશે

રાજ્યના ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ તથા જેડા દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર તથા આ શહેરોના શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારની શાળાઓમાં ધો-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહનો (લો-સ્પીડ) તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને (લો-સ્પીડ તથા હાઇસ્પીડ ટુ વ્હીલર) ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વાહન રૂા. ૧૦ હજારની સબસીડી આપવામાં આવશે એમ જેડાના નિયામકશ્રી જે.ટી.અખાણીએ જણાવ્યુ છે. વડોદરા ખાતે કલેકટર પી.ભારતીની ઉપસ્થિતિમાં રહેણાંક ક્ષેત્ર માટે સોલર રૂફટોપ યોજના તથા બેટરી સંચાલિત ટુ-વ્હીલર યોજનાના અસરકારક અમલીકરણ અને મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી જુલાઇ માસમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વડોદરામાં સોલર રૂફટોપ યોજના તથા બેટરી સંચાલિત ટુ-વ્હીલર યોજનાના લાભાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બંને યોજનાનો લાભ લેવા લાભાર્થીઓ માન્યતા પ્રાપ્ત ચેનલ પાર્ટનર તથા જેડાના ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૨૫૧-૫૩ વેબસાઇટ www.geda.gujarat.gov.in ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

રહેણાંક ક્ષેત્ર માટે સોલર રૂક ટોપ યોજના હેઠળ ૧ કિલો વોટ માટે સબસીડી રૂા. ૩૦૭૦૦/-, બે કિલોવોટ માટે રૂા. ૬૧૪૦૦/-, ૩ કિલોવોટ માટે રૂા. ૮૨૧૦૦/-, ચાર કિલોવોટ માટે રૂા. ૧૦૨૮૦૦/- પાંચ કિલોવોટ માટે ૧૨૩૫૦૦/-, ૬ કિલોવોટ માટે રૂા. ૧૪૪૨૦૦/-, ૭ કિલોવોટ માટે રૂા. ૧૬૪૯૦૦/-, ૮ કિલોવોટ માટે રૂા. ૧૮૫૬૦૦/- ૯ કિલોવોટ માટે રૂા. ૨૦૬૩૦૦/- તથા ૧૦ કિલોવોટ માટે રૂા. ૨૨૭૦૦૦/- કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સબસીડી ચૂકવવામાં આવે છે. રહેણાંક રૂફટોપ યોજના હેઠળ વધારાની વીજળી ગ્રાહક પાસેથી રૂા. ૩.૨૨ના ભાગે ડીસ્કોમ દ્વારા ખરીદવામાં આવશે. આ બંને યોજનાઓનો લાભ લેવા જેડાના નિયામકશ્રી જે.ટી.અખાણીએ જણાવ્યુ છે.

Related posts

સથવારા સમાજ નું ગૈારવ એવા એસ.પી. નરેશભાઈ કંજારીયા સાહેબ પોતાની ફરજ ઉપર ખડેપગે નિભાવી રહ્યાં છે

editor

વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો

aapnugujarat

સુરતમાં બૂટલેગરે યુવકની જાહેરમાં હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1