Aapnu Gujarat
ગુજરાત

બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરો ખરીદતી વખતે ખેડૂતોને કેટલીક બાબતો ધ્યાને લેવા અપીલ

 

રાજપીપળા, મંગળવાર :- બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની ખરીદી કરતી વખતે ખેડૂતોને કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) રાજપીપલા, જિ. નર્મદા તરફથી કરાયેલી ભલામણ અનુસાર જંતુનાશક દવા, બિયારણતથા રાસાયણીક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ /પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. રાસાયણીક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ? તેની ખાતરી કરવી તથા કોઈ પણ સંજોગોમાં મુદ્દ્ત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહી. ત્રણેય ઇનપુટસના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ/ સરનામા તથા તેની સહીવાળી બીલમાં ઉત્પાદકનું નામ /લોટ નંબર/ બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદ્દત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઈ થેલી/ટીન/લેબલ સાથે અવશ્ય કરી લેવી.

તદ્ઉપરાંત ખાતરની થેલી/ બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઈઝર, બાયોફર્ટીલઈઝર, ઓર્ગેનીક ફર્ટીલાઈઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઇલ્ડ કેક ફર્ટીલાઈઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઇ ભળતો પદાર્થ હોઈ શકે અને આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી. વૃધ્ધિકારકો (ગ્રોથ હોરમોન) સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઈન્સેક્ટીસાઈડ બોર્ડ દ્વરા આપવામાં આવેલ તેનો સી.આઈ.બી. રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૫ ના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેની ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ જ્યારે ઉપર ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાની/ચેતવણી લખેલ ન હોય તે વૃધ્ધિકારકો /જંતુનાશક દવાની બોટલ/ પાઉચ/ પેકેટ /થેલીમાં રહેલ વૃધ્ધિકારકો/ જંતુનાશક દવાની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો/ જંતુનાશકોની ખરીદી કોઈ પણ સંજોગોમાં ન કરવા તેમજ ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો નર્મદા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામક્શ્રી (ગુ,નિ), ખેતીવાડી અધિકારીશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી/ ગ્રામ સેવકનો સંપર્ક સાધવા તથા આ અંગે કૃષિ ભવન, ગાંધીનગર કચેરીના ટેલીફોન નં- ૦૭૯-૨૩૨૫૬૦૮૨ ઉપર પણ કચેરી સમય દરમિયાન ખેડૂતોને તેમની રજુઆત/ફરિયાદ કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), રાજપીપલા, જિ. નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

આઈ-ખેડૂત મારફતની ૧૮૭ અરજીઓને પૂર્વ મંજુરી

editor

સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોને રિટેઈન્ડ મની ચૂકવી

editor

અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં વધુ ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1