Aapnu Gujarat
ગુજરાત

કાકણપુર પોલીસે વિખુટી પડેલી અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે ભેટો કરાવ્યો

ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા જિલ્લા પોલીસ અધીક્ષક લીના પાટીલ તરફથી ગુમ, અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવાની સુચના આપેલ જે સુચના આધારે નાયબ પોલીસ અધીક્ષક આર.આઈ.દેસાઈના માર્ગદર્શન હેઠળ કાંકણપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એન.પટેલ, પો.સ.ઈ. એચ.ડી.શેલાર, કાંકણપુર પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. રંગીતસિંહ, પો.કો.દશરથભાઈ, અ.પો.કો વિરેન્દ્રભાઇ, વું.પો.કો. પારૂલબેન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એકસઠ પાટીયા પાસે એક અસ્થિર મગજની મહિલા મળી આવતા તેને વિશ્વાસમાં લઇ તેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું વતન બોરીયા જણાવતા સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરી શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનો સંપર્ક કરી અસ્થિર મગજની દિકરીનો ફોટો મોકલી તપાસ કરતા તેનું નામ મંજુલા સુરેશભાઇ ડીંડોર હોવાનું જાણવા મળતા તે તેના ઘરેથી છેલ્લા ચાર દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું કાંકણપુર પોલીસે બોરીયા તા.શહેરા ખાતેથી તેમના પરિવારજનોનો સંપર્ક કરતા આ મહિલાના વાલી વારસો મળી આવેલ હોય અને તેના પરિવારજનો ને પોલીસ સ્ટેશન બોલાવી આ અસ્થિર મગજની મહિલાને તેના પિતા હાદુભાઈ ચુનીયાભાઈ ડામોર સાથે ભેટો કરાવેલ છે.પોલીસ પોતાની સામાજીક જવાબદારી નિભાવી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

અમદાવાદ, સુરત સાઈબરક્રાઈમના હોટસ્પોટ બન્યા

aapnugujarat

ભરતસિંહના બોગસ રાજીનામું વાયરલ કેસમાં ફરિયાદ કરાઈ

aapnugujarat

ગૌમાંસના જથ્થા સાથે ઇસમ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1