Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ, સુરત સાઈબરક્રાઈમના હોટસ્પોટ બન્યા

સાઈબરક્રાઈમ સામે લડવા માટે ગુજરાત પોલીસ મોટા દાવા કરી રહી છે, પરંતુ વાસ્તવમાં અમદાવાદ અને સુરતમાં સાઈબરક્રાઇમના કેસ વધી રહ્યા છે. આઈઆઈટી – કાનપુરના એક રિસર્ચ પ્રમાણે ગુજરાતના બે શહેરો – અમદાવાદ અને સુરત સાઈબરક્રાઈમના હોટસ્પોટ બની રહ્યા છે. ફ્યુચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એક રિસર્ચ પેપર બહાર પાડવામાં આવ્યું છે જેમાં આ ધડાકો કરાયો છે. આ રિપોર્ટમાં જાન્યુઆરી 2020થી જૂન 2023 વચ્ચે દેશમાં સાઈબરક્રાઈમની જે ઘટનાઓ બની તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં 18 રાજ્યોના 83 નાના-મોટા શહેરને આવરી લેવાયા હતા. આ શહેરો બહુ ઝડપથી સાઈબરક્રાઇમના સેન્ટર બની રહ્યા છે. સૌથી વધુ સાઈબરક્રાઈમ નાણાકીય ફ્રોડ, હેકિંગ, બીજી વ્યક્તિની ઓળખ આપવી (ઈમપર્સોનેશન), ખાનીયુક્ત કેવાયસી રુલ્સ, બેરોજગાર લોકોની ભરતી, તથા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (વીપીએન)ના ઉપયોગને લગતા હોય છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સાઈબરક્રાઈમની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને નાણાકીય ગોટાળા કરવામાં આ બે શહેરો હોટસ્પોટ બની રહ્યા છે. ગુજરાતમાં લોકોને કોઈ ટાસ્કના બદલામાં રૂપિયા આપવાની લાલચ આપીને ફસાવવામાં આવે છે અને પછી તેમાં આખું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. તેવી જ રીતે મોબાઈલ બેઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસમાં પણ વધારો થયો છે. એક્સપર્ટનું કહેવું છે કે કેવાયસીના નિયમો જોઈએ તેવા સખત નથી. તેના કારણે સાઈબરક્રાઈમની ઘટનાઓ વધી છે. બેરોજગાર અથવા ઓછું વેતન ધરાવતા લોકોની ભરતી અને તાલીમ પણ આવા ગુના માટે એક કારણ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 16 મહિનામાં ટાસ્ક બેઝ્ડ અને મોબાઈલ એપ્લિકેશન બેઝ્ડ ઈન્વેસ્ટમેન્ટના કૌભાંડો વધ્યો છે. અમદાવાદ પોલીસે આવી પ્રવૃત્તિઓમાં સક્રિય લોકોની ઓળખ કરી છે. આવા ગુનાઓમાં ભોગ બનનાર વ્યક્તિને મોટા પ્રમાણમાં નાણાકીય નુકસાન ભોગવવું પડે છે. આવી ગેંગ આખા ભારતમાં ફેલાયેલી હોય છે અને તેના મેમ્બર ગુજરાતમાં પણ હોય છે.

જુલાઈ 2023માં ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેટલાક કેસ બહાર આવ્યા હતા જેમાં પીડીતોએ હજારો કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. હૈદરાબાદ પોલીસે આ ફ્રોડનો ભાંડો ફોડ્યો હતો. આ ગેંગનું નેટવર્ક મુંબઈ, અમદાવાદ અને હૈદરાબાદ સુધી ફેલાયેલું હતું. તેમાં આ ત્રણ શહેરોમાં નવ વ્યક્તિની ધરપકડ થઈ હતી. આ સ્કેમનો ભોગ બનનારા લોકોએ લાખો રૂપિયા ગુમાવવા પડ્યા છે.
11 સપ્ટેમ્બરે અમદાવાદના ઈસનપુર એરિયામાં રહેતા 51 વર્ષીય વ્યક્તિ સાથે ટાસ્ક-બેઝ્ડ ફ્રોડ થયું હતું જેમાં તેણે 2.50 કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. આ કેસમાં જયેશ વકીલ નામની વ્યક્તિ ટેલિગ્રામ પર સમીક્ષા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને સમીક્ષાએ તેને ટાસ્ક આપ્યું હતું. ત્યાર બાદ તેના એકાઉન્ટમાંથી મોટી રકમ જતી રહી હતી. સાઈબર ક્રાઈમમાં પશ્ચિમ બંગાળ પણ આગળ છે. પ. બંગાળના 14 શહેરો સાઈબરક્રાઈમની ગતિવિધિના લિસ્ટમાં છે. યુપીના 11 શહેર આવા કેસમાં આગળ છે.

 

Related posts

મ્યૂકરમાઇકોસિસનો આંતક, રાજ્યમાં રોજના ૧૦૦થી વધુ કેસ

editor

ઓનલાઇન દવાના વેચાણના વિરોધમાં દુકાનો બંધ રખાઈ

aapnugujarat

ભારતીય કિસાન સંઘ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીને ખેડૂતોના પ્રશ્નોને લઈ આવેદન અપાયું

editor
UA-96247877-1