Aapnu Gujarat
રાષ્ટ્રીય

પૂર્વ અગ્નિવીરોને CISFની ભરતીમાં મળશે પ્રાધાન્ય : ગૃહ મંત્રાલય

CISFમાં હવે અગ્નિવીર રહી ચૂકેલાં લોકોને રિઝર્વેશનનો ફાયદો મળશે. આવું એટલા માટે છે કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે CISFમાં ખાલી જગ્યાઓના 10 ટકા અનામતની જાહેરાત કરી છે. ગુરુવારે એક સમાચાર એજન્સીના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. CISF અધિનિયમ 1968 (1968નો 50) હેઠળ બનાવવામાં આવેલા નવા નિયમોમાં સુધારો કર્યા બાદ એક નોટિફિકેશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામત રિઝર્વ રહેશે. મંત્રાલયે આની સાથે એવું પણ કહ્યું કે, ઉપલી વય મર્યાદામાં છૂટ એ વાત પર નિર્ભર રહેશે કે તેઓ અગ્નિવીરની પહેલી બેચનો ભાગ છે કે પછી બાદની બેચોનો ભાગ હતા.
મંત્રાલયના જણાવ્યા મુજબ, પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધી અને અન્ય બેચોના ઉમેદારો માટે ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. એટલું જ નહીં પૂર્વ અગ્નિવીરોને પણ ફિઝીકલ એફિસીઅન્સી ટેસ્ટમાંથી પણ છૂટ આપવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત એ પહેલાના લગભગ અઠવાડિયા બાદ કરવામાં આવી છે. જેમાં પૂર્વ અગ્નિવીરો માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં નોકરી માટે અનામતની જાહેરાત કરવામાં આવી હતી.

વાસ્તવમાં પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રમાં એનડીએની સરકારે ગઈ 14 જૂ, 2022માં પોતાના મહત્વકાંક્ષી અગ્નિપથ યોજનાને રજૂ કરી હતી. આ સ્કીમ સાડા 17 વર્ષથી 21 વર્ષના યુવકો માટે લાવવામાં આવી હતી. જેમાં એના મોટા પાયે ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી સેના, નૌસેના, વાયુસેનામાં કરવામાં આવશે. જ્યારે સ્કીમ હેઠળ ભરતી કરવામાં આવેલા યુવા અગ્નિવીરોના નામથી ઓળખાશે.

Related posts

एससी-एसटी मतदाताओं में बीजेपी ने बढ़ाया जनाधार

aapnugujarat

योगी सरकार ने हाथरस केस की जांच के लिए गठित की एसआईटी

editor

વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટી વધી શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1