Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટી વધી શકે છે

કેન્દ્રિય બજેટને લઇને સામાન્ય લોકો અને અન્ય તમામ સંબંધિતોમાં આશા જોવા મળી રહી છે. મળેલી માહિતી મુજબ આગામી બજેટ પૂર્ણ બજેટ ન હોવા છતાં મોદી સરકાર વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટીમાં વધારો કરી શકે છે. આ વધારો કેટલો રહેશે તે અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર બજેટમાં વિદેશી મેડિકલ સાધનના આયાત પર કસ્ટમ ડ્યુટીને વધારીને મોટી રાહત આપી શકે છે. સરકારના આ નિર્ણયના કારણે એકબાજુ દર્દીઓને સસ્તામાં સારવાર મળી શકશે. સાથે સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળી શકે છે. એસોસિએશન ઓફ મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીઝના ફોરમના કો-ઓર્ડિનેટર રાજીવ નાથના કહેવા મુજબ વિદેશી સાધન પર ડ્યુટીને ૭.૫ ટકાથી વધારીને નવી ઉંચી સપાટી પર મકવામાં આવી શકે છે. આ ડ્યુટી હાલમાં ખુબ ઓછી છે. આવી સ્થિતીમાં ચીન અને દુનિયાના અન્ય દેશો ડ્યુટી ઓછી હોવાનો લાભ લઇને મોટા પાયે વિદેશી મેડિકલ સાધનોની આયાત કરે છે. આ દેશો પોતાની ચીજો ભારતને વેચી મારે છે. હાલની સ્થિતીના કારણે ૭૦ ટકા કરતા પણ વધારે બજાર પર વિદેશી કંપનીઓ પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતીમાં ક્વાલિટી સારી હોવા છતાં ભારતીય કંપનીઓને નુકસાન પડે છે. સામાન્ય લોકોની માંગ છે કે આ ડ્યુટીને વધારીને ૧૫-૨૦ ટકા કરવામા ંઆવે. કારણ કે આના કારણે સીધો ફાયદો સ્થાનિક કારોબારીઓને થનાર છે. આવનાર સમયમાં જેટલી સામે બજેટ રજૂ કરતી વેળા કેટલાક પડકારો રહેનાર છે.સોમવારના દિવસે હલવા વિતરણની પ્રક્રિયા સાથે જ બજેટ દસ્તાવેજોના પ્રકાશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. નોર્થ બ્લોકમાં આ કવાયત હવે ચાલનાર છે. ૧૦૦ કર્મચારીઓ હવે અંદર જ રહેશે.

Related posts

पीएम मोदी रविवार को 8 ट्रेनों को दिखाएंगे हरी झंडी

editor

મુજફ્ફરનગર શેલ્ટર કેસમાં સીબીઆઈ દ્વારા કેસ દાખલ

aapnugujarat

‘एक देश एक राशनकार्ड’ की दिशा में काम कर रही है सरकार : रामविलास पासवान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1