Aapnu Gujarat
શિક્ષણ

આર્થિક રીતે નબળા વર્ગને ૧૦ ટકા અનામત : સંસ્થામાં ૩ લાખ સીટ વધશે

આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયને અમલી કરવામાં આવ્યા બાદ તેના કારણે વિદ્યાર્થીઓને મોટો ફાયદો થનાર છે. સેન્ટ્રલી ફન્ડેડ યુનિવર્સિટીઓમાં ૧૦ ટકા ક્વોટાને અમલી કરવા માટે ત્રણ લાખ સીટોનો વધારો કરવામાં આવનાર છે. આઇઆઇટી, આઇઆઇએમ અને નિટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત સેન્ટ્રલી ફન્ડેડ સંસ્થાઓમાં ત્રણ લાખ સીટોનો વધારો થઇ જશે. સરકારે સરકારી સંસ્થાઓમાં ગરીબ લોકો માટે ક્વોટાને અમલી કરવા માટે પત્રો લખ્યા છે. આની સાથે જ તેમની સંસ્થાઓમાં સીટોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થશે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વર્ષ ૨૦૨૧ સુધી આઇઆઇટીમાં સીટોની સંખ્યા ૫૧૦૦ રૂપિયા વધી જશે. જ્યારે આઇઆઇએમમાં ૮૦૦ સીટોનો વધારો થઇ જશે. દિલ્હી યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓમાં ૧૬૦૦૦ જેટલી સીટો વધી જશે. વિશ્વ ભારતી અને જેએનયુ જેવી અન્ય મોટી સંસ્થાઓમાં ક્રમશ મોટો વધારો સંખ્યામાં થનાર છે. જેમાં ક્રમશ ૮૨૨ અને ૩૪૬ વધુ સીટોનો ઉમેરો થઇ જશે. હાલમાં તમામ સેન્ટ્રલી ફન્ડેડ સરકારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સીટની સંખ્યા ૯.૩ લાખ છે. જેમાં આઇઆઇટી,આઇઆઇએમ, સેન્ટ્રલ ઓપન યુનિવર્સિટીઓ અને સરકારી કોલેજોનો સમાવેશ થાય છે. સીટ મેટ્રિક્સ અને અન્ય બાબતોને ધ્યાનમાં લેવામા ંઆવે તો ૧૦ ટકા અનામતના કારણે હિસ્સેદારી આશરે ૨૫ ટકા સુધી વધી જશે. વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે કેન્દ્રિય સમર્થિત સંસ્થાઓમાં સીટની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. હાલમાં કેટલાક આંકડાને ગણતરીમાં લેવામાં આવે તે જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય શ્રેણીમાં આર્થિકરીતે નબળા લોકોને અનાતમની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર ૧૦ ટકા અનામતની વ્યવસ્થાને અમલી કરવાની સાથે સાથે કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સીટો વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ તમામ ટોચની સંસ્થાઓમાં ત્રણ લાખ સીટો વધી જશે. નવા નિર્ણય હેઠળ સરકારે શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦માં સીટોના વધારાની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવશે. આ હેઠળ કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થામાં ૨૫ ટકા સીટો વધશે. આઈઆઈએમમાં ૮૦૦ સીટોનો વધારો થશે. કેન્દ્ર સરકારના નવા નિર્ણય બાદ દિલ્હી યુનિવર્સિટી જેવી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ૧૬૦૦૦ વિદ્યાર્થીઓ વધી જશે. કેન્દ્ર સરકાર દ્વારા નવી અનામત વ્યવસ્થા હેઠળ સીટોની સંખ્યા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ યુનિવર્સિટીઓ દ્વારા પણ સીટોની ગણતરી કરવાની શરૂઆત કરી દીધી છે. યુનિવર્સિટી તરફથી હવે સીટોમાં થનાર જરૂરી વધારા અને આના માટે જરૂરી ફંડના રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેને ટૂંક સમયમાં માનવ વિકાસ સંસ્થાન મંત્રાલય પાસે મોકલવામાં આવશે. સરકારના નિર્ણય ઉપર વિશ્વભારતીના કુલપતિ પ્રોફેસર ચક્રવર્તીનું કહેવું છે કે, અનામતની વ્યવસ્થાથી અનામતના લોકોને આવરી લેવાશે.
એકબાજુ કેન્દ્રીય સંસ્થાઓણાં નવી સીટો બનાવવા માટેનું કામ ચાલી રહ્યં છે ત્યારે બીજી બાજુ સરકાર ખાનગી સંસ્થાઓમાં પણ અનામત વ્યવસ્થા લાગૂ કરવા સક્રિયરીતે વિચારી રહી છે. ઉચ્ચ શિક્ષણ પર દેશભરમાં થયેલા એક સર્વે મુજબ ભારતના કુલ ૨૫૩૮૩ સંલગ્ન કોલેજો છે. દેશભરમાં કુલ ૩૪૩ પ્રાઇવેટ યુનિવર્સિટી અને ૬૭૦૦ પૂર્ણરીતે ખાનગી સંસ્થાઓ છે.

Related posts

ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા અંગે વૈકલ્પીક નિર્ણય લેવાઈ શકે છે

editor

बोर्ड के छात्रों के लिए टोल फ्री नंबर जारी किया जाएगा

aapnugujarat

આરટીઇ હેઠળ ઓનલાઇન પ્રવેશો માટે આજથી પ્રક્રિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1