Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માતૃત્વ રજા વેતન કરવેરા મુક્ત કરવાની તૈયારી

નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાના બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવી શકે છે. બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં લઇને મોદી સરકાર કેટલીક લોકલક્ષી જાહેરાત કરી શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મોદી સરકાર આ વખતે બજેટમાં માતૃત્વ રજા વેચનને કરવેરા મુક્ત કરવાની જાહેરાત કરી શકે છે. ચૂંટણી નજીક હોવાના કારણે બજેટ પૂર્ણ બજેટ ન હોવા છતાં તેમાં લોકલક્ષી જાહેરાતો કરવામાં આવી શકે છે. બજેટમાં બે જાહેરાતોની શક્યતા સૌથી વધારે દેખાઇ રહી છે.પહેલી રાહત તો આવકવેરા મુક્તિ મર્યાદામાં દેખાઇ રહી છે. જ્યારે અન્ય રાહત માતૃત્વ રજા વેતનને કરવેરા મુક્ત કરવાને લઇને દેખાઇ રહી છે. છેલ્લા બજેટમાં નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આશા છતાં આવકવેરાના દરોમાં કરવેરાની કોઇ છુટ આપી ન હતી. આવી સ્થિતીમાં તેમના માટે પણ આવકવેરા છુટછાટની મર્યાદા હાલમાં અડી લાખ રૂપિયા બનેલી છે. નિષ્ણાંતો કહે છે કે આ વર્ષના બજેટમાં સરકાર મહિલાઓને તેમાં ૫૦ હજાર અથવા તો તેના કરતા વધારેની છુટછાટ આપી શકે છે. આ ઉપરાંત માતૃત્વ રજા (મેટરનિટી લિવ)ના સમયમાં મળનાર વેતનને કરવેરા મુક્ત કરવાની જાહેરાત કરી શકે છે. સુત્રોના કહેવા મુજબ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ સંબંધમાં પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલી દીધો છે. અત્રે નોંધનીય છે કે વર્તમાન કાયદામાં મહિલાઓને છ મહિનાના માતૃત્વ રજાની જોગવાઇ કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન મળનાર તેમના વેતન પર સામાન્ય વેતનની જેમ જ આવકવેરા લાગુ થાય છે. જેથી માતૃત્વ અવકાશના વેતનને કરમુક્ત કરવા માટે પ્રસ્તાવ મોકવી દેવામાં આવ્યો છે. બજેટમાં અન્ય કેટલીક આશા પણ રાખવામાં આવી રહી છે. હવે લોકસભા ચૂંટણી યોજાનાર છે જેથી બજેટ પૂર્ણ બજેટ ન હોવા છતાં તેમાં કેટલાક સારા પગલાની જાહેરાત કરવામાં આવી શકે છે. મળેલી માહિતી મુજબ જેટલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની ફાળવણીમાં વધારો કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં લોંચ કરવામાં આવેલી અપગ્રેડેડ પાક વીમા સ્કીમ હેઠળ ખેડુતોને ખુબ ઓછુ પ્રિમિયમ ચુકવવુ પડે છે. સાથે સાથે પાકના નુકસાન બદલ ફુલ ક્લેઇમ મળે છે. સુત્રોના કહેવા મુજબ આ સ્કીમ માટેની ફાળવણીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે. આ ફ્લેગશીપ સ્કીમ માટે આગામી નાણાંકીય વર્ષ માટે બજેટમાં જંગી ફાળવણીની માંગ કરવામાં આવી ચુકી છે. મોદી સરકાર બજેટની પ્રક્રિયામાં લાગી ગઇ છે. સોમવારના દિવસે બજેટ પ્રક્રિયા શરૂ થઇ હતી.

Related posts

खुफिया अलर्ट, पाक से महिला फिदायीन हमले की आशंका

aapnugujarat

Ratul Puri received money from both arbitrators : ED in AgustaWestland case

aapnugujarat

અનંતનાગમાં વધુ એક કુખ્યાત આતંકવાદીને ઠાર કરી દેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1