Aapnu Gujarat
ગુજરાત

પણસોલી નજીક અકસ્માત સર્જાયો

,ડભોઈ બોડેલી માર્ગ પર ટીમ્બિ ફાટક નજીક દહેજ થી બોડેલી જતા ટ્રેલર અને છોટા ઉદેપુર તરફથી આવતા બંને વાહન ચાલકોની લાપરવાહીના કારણે અકસ્માતની દુર્ઘટના બનવા પામી હતી જેમાં જાનહાની ટળતા બંને વાહન ચાલક અને કન્ડેક્ટરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. બંને વાહનો સામ સામે ભટકાતા વાહનોને ભારે નુકસાન થવા પામ્યું હતું. આ ઘટના વાહન ચાલકના જણાવ્યા મુજબ રાતના ૧ થી ૧.૩૦ વાગ્યાના સમયમાં છોટાઉદેપુરથી આવતા ટ્રેલર ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી વિરુદ્ધ સાઈડ ચલાવી આવતા અકસ્માત સર્જાયો હતો જ્યારે સામેવાળા ચાલકે પોતાનો બચાવ કરતા ગાડી રોડ નીચે ઉતારી દેતા ગાડી ઝાડ સાથે ભટકાતા ગાડીને ભારે નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત સર્જાતા બંને વાહનો રોડ પર જ આડા થઈ પડતા કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતના કારણે ૮ થી ૧૦ કિલોમીટર સુધી ટ્રાફિકજામના દૃષ્યો સર્જાયા હતાં. ડભોઈ પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ભારદારી વાહનોને હટાવવા ક્રેનોેની મદદ લઈ ક્ષતિગ્રસ્ત વાહનાને સાઈડે કરવા અને ટ્રાફિક હળવો કરવાના તમામ પ્રયત્નો કરાયા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા

editor

शहर में मोनसून पहले बनी हुई फूटपाथ दब गई हैं

aapnugujarat

શ્રીદેવીના નિધનથી દેશને બહુ મોટી ગંભીર ખોટ પડી : વિવેક ઓબેરોય : અમદાવાદના ૬૦૮માં જન્મદિનને લઇ ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1