Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મોટર સાયકલ સાથે એક ઇસમની ધરપકડ કરતી છોટાઉદેપુર એલસીબી.

     છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભાભોર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા મોટર સાયકલની ચોરીના ગુનેગારોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવાની સુચના કરતા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.જે.પટેલ તથા તેઓના સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગાબડીયા ગામે હનુમાનજી મંદીર પાસેથી એક નંબર વગરની પલ્સર મોટર સાયકલ નાં ચાલકને પકડી મોટર સાયકલ નાં આર.ટી.ઓ રજીસ્ટ્રેશન કાગળો માંગતા તે રજીસ્ટ્રેશન કાગળો રજુ કરતો ન હોય જેથી મોટર સાયકલના એન્જીન,ચેચીસ નંબર પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા તેનો સાચો માલીક જયેશભાઇ પ્રવિણભાઇ રહે જેતપુરપાવી જી.છોટાઉદેપુર નો હોવાનુ જણાય  આવેલ તથા પકડાયેલ મોટર સાયકલ ચોરી થયા અંગે અત્રેના જીલ્લાનાં જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો વર્ણ શોધાયેલ ગુનો શોધી પકડાયેલ મોટર સાયકલની કિ.રૂ.૫૫૦૦૦/- ગણી સી.આર.પી.સી ૧૦૨ મુજબ કબ્જે કરી પકડાયેલ ઇસમ જયેશભાઇ ભીખલાભાઇ જાતે.તોમર રહે.ઝડુલી પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી) નાઓ  વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવી.

ઇમરાન સિંધી.. પાવીજેતપુર

Related posts

હાર્દિક પટેલ હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ પોતાનું આંદોલન ચલાવશે

aapnugujarat

વિરમગામ ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો

aapnugujarat

मध्य प्रदेश का गुजरात पर कम बिजली देने का आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1