Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક પટેલ હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ પોતાનું આંદોલન ચલાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરનાર પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું વર્ષ ૨૦૧૯ સુધી આરામ કરવાનો નથી. હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરીશ. હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે ગુજરાતના પરિણામોથી સંતુષ્ટ છું. મારા સખત પરિશ્રમને કારણે કોંગ્રેસ જે છેલ્લા ૨૫ વર્ષથી નબળો વિરોધ પક્ષ હતો તે હવે મજબૂત સ્થિતિમાં છે. મને ગર્વ છે જે ભાજપે ૧૫૦ સીટ જીતવાનો દાવો કર્યો હતો તેનું અભિમાન ઉતારવામાં હું સફળ રહ્યો. મને વિશ્વાસ છે કે ભાજપે ઇવીએમ સાથે ગડબડ કરી ૧૦થી ૧૨ બેઠક જીતી છે. જો ભાજપને પોતાની જીત પર એટલો જ વિશ્વાસ છે કે તો વીવીપેટ સ્લીપની ગણતરીની મંજૂરી આપવી જોઈએ. રાજકીય પક્ષોએ આગામી લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરાવવી જોઈએ.હાર્દિક પટેલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી છે અને આ બંને રાજ્યોમાં ભાજપ વિરૂદ્ધ આંદોલન કરીશ અને ભાજપની ગરીબ વિરોધી યોજનાઓનો ખુલાસો કરીશ. હું વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણી સુધી આરામ કરવાનો નથી. દેશના આગામી વડાપ્રધાન કોઈપણ બને પરંતુ મોદી નહીં.

Related posts

मोदी की जनलक्षी नीति से देश में भगवा लहराया : जीतू वाघाणी

aapnugujarat

કડીમાં પાર્કિંગ બાબતે બબાલ : પિતા – પુત્ર ઘાયલ

aapnugujarat

રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભામાં ગુજરાત વિધેયક વિશે આ મહત્વની વાત તેમના ભાષણમાં કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1