Aapnu Gujarat
ગુજરાત

રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભામાં ગુજરાત વિધેયક વિશે આ મહત્વની વાત તેમના ભાષણમાં કરી

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે પધાર્યા હતા જેમણે આ વિધાનસભામાં પસાર થયેલા વિધેયકો વિશે મહત્વની વાત કરી હતી. ભવિષ્યલક્ષી કાયદાઓ બનાવવાની દિશામાં આ વિધાનસભાને લઈને પસાર થયેલા વિધેયકો તેમણે ભાષણમાં યાદ કર્યા હતા.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુજરાત વિધાનસભાએ આ રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઘણાં ક્રાંતિકારી પગલાં લીધાં હતા. ગુજરાત પંચાયત વિધેયક, 1961 અને ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1961 દ્વારા અનુક્રમે સ્થાનિક સ્વરાજ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિશીલ પ્રણાલીની સ્થાપના કરવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી.

તેમણે કહ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઍક્ટ, 1999 વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

ભવિષ્યલક્ષી કાયદાઓ બનાવવાની દિશામાં આ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ઍક્ટ, 2017 પણ નોંધનીય છે. તેમણે ગુજરાતની બહુઆયામી પ્રગતિમાં ગુજરાતની વર્તમાન અને અગાઉની સરકારો તેમજ ગુજરાત વિધાનસભાના વર્તમાન અને ભૂતકાળના સભ્યોના યોગદાન બદલ પ્રશંસા કરી હતી. આમ કહી રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભામાં

ગુજરાત વિધેયક વિશે આ મહત્વની વાત તેમના ભાષણમાં કરી

Related posts

ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગત્તિ માટે યોજાયેલા ત્રિવસીય પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી તડવી

aapnugujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધવામાં છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાંચને સફળતા.

editor

ભાજપ સરપંચ અભિનંદન કાર્યક્રમનો થયેલો ફિયાસ્કો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1