Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતનો ઇતિહાસ અનોખો છે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ભૂમિ કહી શકાય, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વખાણ કર્યા

ભારતના રાષ્ટ્રપતિએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધન કર્યું હતું.

રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને માત્ર નેતૃત્વ પૂરું પાડ્યું ન હતું, પરંતુ સમગ્ર વિશ્વને એક નવો રસ્તો, નવી વિચારસરણી અને નવી ફિલસૂફી પણ બતાવી હતી. આજે જ્યારે પણ દુનિયામાં કોઈપણ પ્રકારની હિંસા થાય છે ત્યારે બાપુના સૂત્ર ‘અહિંસા’નું મહત્વ આપણને સમજાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતનો ઇતિહાસ અનોખો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ભૂમિ કહી શકાય. સત્યાગ્રહનો મંત્ર સમગ્ર વિશ્વમાં સંસ્થાનવાદ સામે એક અમોઘ શસ્ત્ર તરીકે સ્થાપિત થયો હતો. બારડોલી સત્યાગ્રહ, મીઠાનો સત્યાગ્રહ અને દાંડી કૂચે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને ન માત્ર નવો આકાર આપ્યો, પરંતુ વિરોધની અભિવ્યક્તિ અને જન આંદોલનના આચરણને પણ એક નવું પરિમાણ આપ્યું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરદાર પટેલે સ્વતંત્ર ભારતને તેનું એકીકૃત સ્વરૂપ આપ્યું અને વહીવટનો પાયો મજબૂત કર્યો. નર્મદા કિનારે તેમની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તે તેમની સ્મૃતિમાં કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી માત્ર એક નાનકડી ભેટ છે. ભારતના લોકોના હૃદયમાં તેમનું કદ તેનાથી પણ વધારે ઊંચું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતે રાજકારણ ઉપરાંત સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નરસિંહ મહેતાની આ ભૂમિ પર આધ્યાત્મિકતાનો ઘણો પ્રભાવ રહ્યો છે.

Related posts

સમગ્ર રાજયમાં બસ એક જ ચર્ચા છે : શું લાગે છે ભાજપ કે કોંગ્રેસ?

aapnugujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે મીડીયા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

editor

નવસારીમાં પ્રેમ સંબંધમાં એક યુવતીની હત્યા થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1