Aapnu Gujarat
ગુજરાત

આપ-બીજેપી ટ્વીટર વૉર મામલે કોંગ્રેસ પણ ઝંપલાવ્યું, ગુજરાત અને દિલ્હી બન્નેની એજ્યુકેશન સિસ્ટમ ફેલ હોવાનો દાવો

આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે ટ્વીટર વૉરને લઈને રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. જેના કારણે અત્યાર સુધી આપ અને બીજેપીની નેતાઓ દ્વારા નિવેદનો સામે આવી રહ્યા હતા પરંતુ હવે આ ટ્વીટર વૉરમાં કોંગ્રેસે પણ પોતાના મત આપ્યાે છે.

આપ-બીજેપી ટ્વીટર વૉર મામલે કોંગ્રેસે ઝંપલાવ્યું હતું કોંગ્રેસ કહ્યું ગુજરાત અને દિલ્હી બન્નેની એજ્યુકેશન સિસ્ટમ ફેલ હોવાનો દાવો તેમને કર્યાે છે. કોંગ્રેસ શાસિત રાજયોમાં શિક્ષણ સિસ્ટમ બેસ્ટ છે.

ટ્વીટર વૉરનો સમગ્ર મામલો જ્યારે બીજેપી ભાજપે આપને ધ્યાનમાં રાખી ટ્વીટ કર્યું ત્યારે ગરમયો હતો ત્યાર બાદ મનિષ સિસોદીયા દિલ્હી એજ્યુકેશન મંત્રીએ જીતુ વાઘાણીને ડિબેટમાં આવવા માટે ખુલ્લી ચેલેન્જ આપી હતી સમય અને સ્થળ તમે નક્કી કરો એવું કહ્યું હતું.
ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, શિક્ષણ નીતી ગુજરાત, દિલ્હીની ફેલ છે તમે શિક્ષણ ક્ષેત્રે છત્તીસગઢ અને રાજસ્થાનમાં શિક્ષણ નીતિ બેસ્ટ છે તેવો દાવો કર્યો હતો. શિક્ષણની વ્યવસ્થા આ રાજ્યમાં યુરોપીયન કન્ટ્રી જેવી થઈ છે. તેવું કહ્યું હતું
કોંગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની સ્થિતી કથળી ગઈ છે.

Related posts

બોલો…કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો ઇ-મેમો મળ્યો

aapnugujarat

વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સહાય આપવા ગુજરાત સરકારની જાહેરાત

aapnugujarat

રેતી ખનન ના પાપે 10 વર્ષના બાળક નું મોત રેતી ખનનના ખાડામાં ડૂબી જતા મોત થયું.

editor

Leave a Comment

UA-96247877-1