Aapnu Gujarat
ગુજરાત

કડીમાં પાર્કિંગ બાબતે બબાલ : પિતા – પુત્ર ઘાયલ

કડીના કરણનગર રોડના નાકે પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં છ શખ્સોએ ભેગા મળી પિતાને છોડાવવા આવેલા પિતા પુત્ર અને ફરિયાદીના કાકાને હથિયારાથી માર મારતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.માહિતી મુજબ કડીના શાંતિ નિકેતન ફ્લેટ થોળ રોડ ઉપર રહેતો પિન્ટુ વિનોદભાઈ પટેલ બપોરના સમયે કડી નગરપાલિકા પાસે આવેલ નિકી પાન પાર્લર કમળ સર્કલ પાસે મસાલો ખાવા આવ્યો હતો ત્યારે કરણનગર રોડ જવાના નાકે ફ્રૂટની લારી પાસે અજાણ્યા શખ્સો ઝઘડો કરી રહ્યા હોવાનું જોતા તે ઝઘડાવાળી જગ્યાએ ગયો ત્યારે મહાવીર વાઘેલા નામનો શખ્સ તેના પિતા જોડે ઝઘડો કરી રહ્યો હોવાનું જોતા તે પિતાને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ હથિયારો ધારણ કરી ફરિયાદી પિતા પુત્રને ગડદાપાટુનો તેમજ હથિયારોથી ઢીંચણ તેમજ શરીરે માર માર્યો હતો. આ સમયે ફરિયાદીના કાકા છોડાવવા આવતા તેમને પણ આરોપીઓએ માર માર્યો હતો અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીને સારવાર માટે હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા છે.
(હેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

રવિવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સતત બીજા વર્ષે એમજી વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરાવશે

aapnugujarat

નકલી આધારકાર્ડ, પાસપોર્ટ બનાવનાર બે શખ્સ ઝડપાયા

aapnugujarat

ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભામાં મતદારોની સંખ્‍યા કુલ ૧૧,૨૫,૯૬૪ થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1